Rajkot: કલેકટર કચેરી ખાતે પી.જી.વી.સી.એલ.ની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧૦/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પી.એમ.સૂર્યઘર મુફ્ત વીજળી, સોલાર વિલેજ, સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશન સહિતની કામગીરી અંગે સમીક્ષા કરાઈ*
Rajkot: રાજકોટ કલેકટર કચેરી ખાતે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ (પી.જી.વી.સી.એલ.)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઈજનેરશ્રી એમ.બી.સુથારે પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટના વિવિધ વિસ્તારોમાં સોલાર રૂફ અડોપશનની કામગીરી, મીડિયમ વોલ્ટેજ, કવર્ડ કંડકટર, ટ્રાન્સફોર્મર, સ્માર્ટ મીટર સહિત મેઈન્ટેનન્સની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પી.જી.વી.સી.એલ. રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જતીન ઉપાધ્યાય, રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જીગ્નેશ ઉપાધ્યાય, ડેપ્યુટી એન્જિનિયર શ્રી બી. આર.ગોસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.





