વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
રક્તકણદાતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું ખેરગામ, દાદરી ફળિયાની અંતિમધામને લાગૂ પાવન ભૂમિ પર બિરાજમાન આદ્યશક્તિ અંબાજી માનો સવંત ૨૦૮૧ નાં મહા વદ બારસના શુભ દિને ૮મો પાટોત્સવની ભવ્ય ઉજવણીમાં માતાજીનુ હવન પૂજા અને ગરબાનું આયોજન સાથે રક્તદાન યજ્ઞ પણ યોજાયો હતો.જેમાં ૪૩ રક્તદાનની આહુતિ પ્રાપ્ત થઈ હતી જે રક્તદાતાઓને પ્રોત્સાહક ઇનામોમા અકસ્માતથી બચવા દ્વિચક્રી વાહન ચાલકોને જીવન રક્ષક હેલ્મેટ અપાઈ હતી. ગત વખતની જેમ આ વખતે પણ મહિલાઓએ આગળ આવી સ્વૈચ્છિક રક્તદાનની આહૂતિ આપી હતી. રક્તદાન યજ્ઞની સેવા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ -રિસર્ચ સેન્ટર ધરમપુર દ્વારા અપાઈ હતી.થેલેસેમીયા લોહીનું કેન્સર રક્ત વિકૃતિ જેવી બીમારીમાં રક્તકણોનું આરોપણ દ્વારા તે મટાડી શકાતું હોય તેની અછતવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના માટે રક્તકણોનું દાન મેળવવું અઘરું હોય- બ્લડ સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રી- દ્વારા ઝુંબેશ ચાલે છે, જેમાં રક્તકણ દાતાની શોધ માટે પ્રથમ ધર્મ એ માનવ ધર્મ હોય- દાત્રિ ગુજરાત- દ્વારા રક્ત દાતાઓને માહિતગાર કરાયા હતા. હાલમાં દસેક હજારની નોંધણી રક્તકણ દાતા તરીકે થઈ છે. જે માટે ગોવિંદભાઈ અને સવજીભાઈ ધોળકિયા, લાલજી પટેલ, સાવન શાહ વિગેરે અગ્રણી સુરતના ઉદ્યોગપતિઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.