ઇલોલ ગામમાં તલાટી હોવા છતાં ઓફિસમાં ઉપલબ્ધ નથી, ગ્રામજનો મુશ્કેલીમાં

અહેવાલ:- પ્રતિક ભોઈ
ઇલોલ ગામમાં તલાટી હોવા છતાં ઓફિસમાં ઉપલબ્ધ નથી, ગ્રામજનો મુશ્કેલીમાં
ઈલોલ ગામ લોકો દ્વારા તેમજ પંચાયત દ્વારા તાલુકા તેમજ જિલ્લા પંચાયતો પણ રજૂઆત કરેલ છે તેમ છતાં તેમની રજૂઆત કોઈ સાંભળી રહ્યું નથી.
ઇલોલ ગામમાં તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં, તલાટી સાહેબ ગામમાં ઉપલબ્ધ રહેતા નથી, જેના કારણે ગામના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવક પ્રમાણપત્ર, રહેવાસ પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, ખેતરીય નોંધણી જેવી જરૂરી સેવાઓ મેળવવા માટે ગામલોકોને અન્ય ગામો કે તાલુકા મથકે જવું પડે છે, જે સમય અને ખર્ચની દ્રષ્ટિએ કપરું સાબિત થઈ રહ્યું છે.
ગામના તમામ નાગરિકો આ સમસ્યાથી ત્રસ્ત છે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તલાટી કમ મંત્રીને નિયમિતપણે ઓફિસમાં હાજર રહેવા સુચના આપવામાં આવે અથવા નવો તલાટી નિમણૂક કરી પ્રજાને ન્યાય આપવામાં આવે. ઉપરોક્ત સમગ્ર બાબત ઇલોલ ગામ માં ચર્ચા વિષય બની છે અને લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.


