GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો

MORBI:મોરબી જિલ્લાના નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો

 

 

ગુજરાત રાજયના તમામ સરકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ રાજયના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે “રોલ મોડલ” બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીશ્રીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે.

તેથી આ સર્વે બાબતોને ધ્યાનમાં રાખતા, રાજયમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. રાજયમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ કરે તે માટે આજરોજ તારીખ ૧૧/૦૨/૨૦૨૫ થી સમગ્ર રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરીને અસરકારક કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના મળેલ છે.

ઉલ્લેખનીય છે કે વડી કચેરીના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષકશ્રી દ્વારા આ સમગ્ર કામગીરી ઉપર દરરોજ સુપરવિઝન અને મોનીટરીંગ રાખવામાં આવશે. મોરબી જિલ્લામાં પણ આજથી આ નિયમનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને આ કામગીરીમાં સાથ સહકાર આપવા માટે, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે અને જરૂરી સાધનિક કાગળો સાથે રાખવા માટે ગુજરાત પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!