GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીનાં ચકમપર ગામે બકરાં નું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો !

MORBI:મોરબીનાં ચકમપર ગામે બકરાં નું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો !

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગઇ તારીખ ૧૦-૨-૨૦૨૫ નાં દિવસે મોરબી તાલુકા ચકમપર ગામ માં વન્ય પ્રાણી દીપડા દ્વારા એક બકરા નું મારણ કરવામાં આવેલ હતું, જે અંગે ગામ નાં સરપંચ દ્વારા વન વિભાગ ને જાણ કરવામા આવતા, વન વિભાગ નાં કર્મચારીઓ એતપાસ કરતા દીપડા દ્વારા કરાયેલ મારણ નું લોકેશન ગામ ની તદૃન નજીક હોય, વન્ય જીવ-માનવ કોનફિલકટ થવાની સંભાવના હોય, મોરબી રેન્જ દ્વારા તુરંત ચકમપર ગામ માં પિંજરૂ મૂકવામાં આવેલું હતું જેમાં દીપડો આવી જતાં સફળ રીતે દીપડા નું રેસ્ક્યુ કરી, દીપડા નિયમોનુસાર ચેકઅપ કરી જંગલ વિસ્તાર માં સલામત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો છે આ કામગીરી સફળતા પૂર્વક મોરબી રેન્જ નાં વનપાલ એમ.કે.પંડિત, વનપાલ કે.એમ. જાંબુચા, રમેશ ભાઈ વાઘેલા તેમજ મનદીપ સિંહ જાડેજાએ એ કરી હતી.

Back to top button
error: Content is protected !!