GUJARATSABARKANTHA

*સાબરકાંઠા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સૂચના*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*સાબરકાંઠા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સૂચના*
***
*કર્મચારીઓને વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા અથવા અઠવાડિક રજાની અવેજીમાં રજા આપવા જણાવાયું*
******
ગુજરાત રાજ્યમાં તા.૧૬/૦૨/૨૦૨૫,ના રોજ મહાનગરપાલિકા,નગરપાલિકા,જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસ્થી/પેટા ચૂંટણી-સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજનાર છે.
ગુજરાત રાજ્યના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ,ગ્રામીણ બેંકો,રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલ્વે,ટેલિફોન,તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ,દુકાનો,વાણિજયક સંસ્થાઓ, હોટલો, ઔધોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/ કચેરીઓ ના કામદારો/કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે આથી જણાવવામાં આવે છે.
જોકોઈકારખાનેદારમાલિકકેનોકરીદાતાઉપરોક્તજોગવાઈથીવિરુધ્ધનુંવર્તનકરશેતોઉપરોક્તકાયદાહેઠળશિક્ષાત્મકકાર્યવાહીહાથધરવામાંઆવશે.ઉપરોક્તસંબધિતકોઈકરીયાદહોઈતો, મદદનીશશ્રમઆયુક્તશ્રીહિંમતનગર. નોડલ અધિકારીશ્રી એસ.આર બોદર સરકારી શ્રમ અધિકારીશ્રી હિંમતનગર ફોનનં.૦૨૭૭૨-૨૪૦૬૨૭, મદદનીશશ્રમઆયુક્તશ્રીનીકચેરી,બ્લોકન-બીરૂમન૦૦૪, ભોયતળીયે. બહુમાળીભવન, હાજીપુરા, હિંમતનગરનોસંપર્કસાધવાજણાવવામાંઆવેછે.એમ મદદનીશ શ્રમ આયુક્ત હિંમતનગર,સાબરકાંઠાની અખબારી યાદીમાં જણાવાયુ છે.
*****

Back to top button
error: Content is protected !!