કાંકરેજ ના કાટેડીયાની સીમમાં રીંછ દેખાતા લોકો ભયભીત..
કાંકરેજ ના કાટેડીયાની સીમમાં રીંછ દેખાતા લોકો ભયભીત..

કાંકરેજ ના કાટેડીયાની સીમમાં રીંછ દેખાતા લોકો ભયભીત…
…………………………………………………………..કાંકરેજ તાલુકાના નાથપૂરાની સીમમા પાંચ દિવસ જોવા મળ્યા બાદ ફરી સોમવારે કાટડીયા ગામની સીમમાં દેખા દેતા લોકો માં ભય નો માહોલ..
……………………………….
કાંકરેજ તાલુકાના કાટેડીયાના વેનાજી દોલાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામના ખેડૂત ઠાકોર કાન્તિજી ચતરાજી ના ધર્મ પત્ની સોમવારે સાંજના સુમારે અંદાજે ૮ કલાકે એમના ઘેર (ઢાળીયા) મા ખાટલા મા આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઘરના સામે દીવાલ ઉપર નજર પડી તો રીંછ જેવું કંઈક દેખાયું તો બૂમાબૂમ કરતા આજુબાજુના કુટુંબ અને દીકરો બધાય દોડતા આવ્યા અને એનો પીછો કરી હાથ બત્તીઓ ના પ્રકાશ થી શોધ ખોળ કરી તો લીંબડાના ઝાડ ઉપર થી ભૂસકો માર્યો અને ત્યાંથી ભાગ્યું રાત્રી ના ૧૨ વાગ્યા સુધી ખોળતા ખેડૂતોને (ઝરખ) જંગલી જાનવર કાટેડિયા ગામની સીમમા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.આજુબાજુ કંથેરિયા ગોઠડા ગામોની સીમમા પણ ગઈકાલે અંદાજે ૧૧ કલાકે પણ જોવા મળ્યું ત્યાં ના લોકો મા પણ ભયનો માહોલ ફેલાયો છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





