BHARUCHNETRANG

ગુજરાત રાજ્યના DGPના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન… 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૨/૨૦૨૫

 

ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત હેલ્મેટ અને ટ્રિપલ સવારી જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

 

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરીયા અને તેમની ટીમે આજે એક નવતર પહેલ કરી હતી. તેમણે કલેક્ટર કચેરી, RTO ઓફિસની બહાર વિશેષ ચેકિંગ પોઈન્ટ ઊભો કર્યો હતો,  જ્યાં સરકારી કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્મેટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

 

પોલીસ દ્વારા માત્ર દંડ વસૂલવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરવામાં આવ્યું, પરંતુ સરકારી કચેરીઓમાં આવતા તમામ કર્મચારીઓ, અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પહેલથી સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરાય તે હેતુ છે.

Back to top button
error: Content is protected !!