
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૨/૦૨/૨૦૨૫
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે ટેકરા ફળીયા વિસ્તારમા રહેતા અર્જુનભાઈ ચંપકભાઈ વસાવા કે જેઓનો એક નો એક જયપાલ ઉ.વ.૧૭ કે જે નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલ એકલવ્ય ઉતર બુનીયાદી હાઇસ્કૂલમા ધોરણ ૧૧ મા અભ્યાસ કરતો હતો.
જે તા.૧૧ ના રોજ પોતાના ધરે થી તેઓની મોટરસાયકલ નંબર જીજે-૧૬-આર-૪૫૦૨ લઇ ને થવા હાઇસ્કૂલ ખાતે અભ્યાસ માટે આવેલ હતો. સાંજના શાળા છુટયા બાદ તે પોતાની મોટરસાયકલ લઇ ને નેત્રંગ તરફ આવી રહ્યો હતો, ત્યારે ડેડીયાપાડા- નેત્રંગ રોડપર થી પસાર થતા સાંજના છ થી છ ત્રીસ વાગ્યા ના સમય ગાળા દરમ્યાન ચંદ્રવાણ ગામના પાટીયા નજીક આવેલ પારસી ફળીયા તરફ એક ઈકકો ફોરવ્હીલ નંબર જીજે-૧૬-ડીએસ-૩૨૬૧ નો ચાલક નેત્રંગ-ડેડીયાપાડા મેઇન રોડ ઉપર આવી રહ્યો હતો,તે સમયે મેઇન રોડ પર થી આવી રહેલ મોટરસાયકલ ને ટકર વાગતા મોટરસાયકલ ચાલક જયપાલ અજુઁનભાઈ વસાવા ઉ.વ.૧૭ મોટરસાયકલ ઉપર થી નીચે જમીન પર પટકાટા તેને કપાળમા જમણી સાઇડે તથા ડાબા પગના ધુંટણથી નીચેના ભાગે તથા કમરથી નીચેના ભાગે અને શરીર ના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ સેવા મારફત નેત્રંગ ખાતેની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવ્યો હતો. જયા હાજર તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ૧૦૮ સેવા મારફત રાજપીપલા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જઇ રહ્યા હતા. તે સમય દરમ્યાન રસ્તા માજ તેનુ મોત થતા તેની લાશને નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે પરત લાવવામા આવી હતી. નેત્રંગ પોલીસે અકસ્માત સ્થળ ની મુલાકાત કરી જરૂરી કાગળો કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.



