MORBI:વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, ગ્રાન્ટેડ લો કોલેજ પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે મોરબી ABVP દ્વારા વિરોધ પ્રદર્શન

MORBI:વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, ગ્રાન્ટેડ લો કોલેજ પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે મોરબી ABVP દ્વારા વિરોધ પ્રદર્શન
ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રાલય દ્વારા ૨૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જીનીયરીંગ, નર્સિંગ જેવી કોલેજમાં સ્કોલરશીપ સહાયથી એડમીશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ખુબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે અને રોષની લાગણી અનુભવી રહ્યા છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશીપ બંધ થઇ જતા ફી ઉઘરાવતા કેટલાય જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી હોય તેવું જણાઈ રહ્યું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં કલેકટરના મધ્યથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી એબીવીપી સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ ૨૪-૨૫ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહિ અને વેકેન્ટ/ગવર્ન્મેન્ટ ક્વોટા સીટોને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ કરવામાં આવે રાજ્યની ૨૮ ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા વર્ષોથી પડતર છે ચાલુ શૈક્ષણિક વર્ષ પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થઇ નથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપક ના હોવાને કારણે કાઉન્સિલ દ્વારા તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે ગત વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યના તમામ જીલ્લા કેન્દ્ર પર લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવાના મુદે આવેદન આપવામાં આવ્યું હતું
મોરબીની આન, બાન અને શાન ગણાતા નગર દરવાજા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના વિદ્યાર્થીઓ દ્વારા જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો , પરિપત્રો ની હોળી તથા પ્લે કાર્ડ સાથે રાખીને સૂત્રોચ્ચાર કરીને મોરબીની સમગ્ર છાત્ર શક્તિ દ્વારા બહોળી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું .. જો સરકાર દ્વારા આ વિષયોને લઈને વિદ્યાર્થીઓ ના હિત માં નિર્ણય નહિ લેવામાં આવે તો હજી આનાથી ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરી તમામ ધારાસભ્યોને આવેદન પાત્ર ફાળવીને વિરોધ કરવામાં આવશે . વિદ્યાર્થીઓ ના હિતને કેન્દ્રમાં રાખી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી અ.ભા.વિ.પ. મોરબી માંગ કરે છે .







