શિહોરી મહે. જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી…
શિહોરી મહે. જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી...

શિહોરી મહે. જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી…
——————————————————————————–
આ કામના ફરિયાદીએ આરોપીને બટાકા વેચાણ થી આપેલા….
——————————————————————————–
કાંકરેજ તાલુકાના સમણવાના સોલંકી મેવાભાઈ મગનભાઈ એ ડીસા તાલુકાના વાસણા ગોળીયા ના સોલંકી અશોકકુમાર કાળુજી એ બટાકા વેચાણ રાખી તેની સારી કિંમત આપવાની વાત કરેલી અને મેવાભાઈ સોલંકીએ અશોકકુમાર સોલંકીને બટાકા વેચાણથી આપેલા જેનું વજન હિસાબ કરતા બે લાખ રૂપિયાના બટાકા થયેલા અશોકકુમાર સોલંકીએ એક લાખ રૂપિયા રોકડા આપેલા અને એક લાખ રૂપિયાનો પંજાબ નેશનલ બેંક ડીસા શાખાનો ચેક આપેલો જે ચેક સોલંકી મેવાભાઈ મગનભાઈ ના ખાતામાં જમા કરાવતા અશોકકુમારના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે ચેક પરત ફરેલ જેથી મેવાભાઈ સોલંકીએ અશોકકુમાર સોલંકી સામે એડવોકેટ મુકેશ એમ. બુકોલીયા (થરા) મારફતે નામદાર શિહોરી કોર્ટમાં સ.ને ૨૦૨૩ ના ફોજદારી કેસ નંબર ૩૦૦/૨૦૨૩ ની સાલમાં ફરિયાદ દાખલ કરેલી જે અંગેનો કેસ શિહોરી કોર્ટમાં કરેલ જેમાં શિહોરી કોર્ટમાં ફરિયાદી તરફે મુકેશ એમ.બુકોલીયાની ધારદાર દલીલો માન્ય રાખી શિહોરી કોર્ટ ના પ્રિન્સિપાલ સિવિલ જજ પી. બી.પટેલે અશોકકુમાર સોલંકી ને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ -૧૩૮ મુજબ ના ગુનામાંથી ક્રિમિનલ પ્રોસિઝર કોડ ની કલમ ૨૫૫(૧) અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે તથા તકરારી ચેકની લેણી રકમ એક લાખ પૂરાથી બમણી રકમ એટલે કે બે લાખ રૂપિયા પુરાનો દંડ ચૂકવવાનો હુકમ કરેલ અને દંડ ના ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





