MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે બનતો બ્રીજ અને વૈકલ્પિક રસ્તાનું કામ ઝડપથી કરવા આમ આદમી પાર્ટી માંગ
MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે બનતો બ્રીજ અને વૈકલ્પિક રસ્તાનું કામ ઝડપથી કરવા આમ આદમી પાર્ટી માંગ
મોરબી શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક ની સમસ્યાઓ વધી રહી છે.જ્યારે મોરબીમાં અત્યારથી પરીસ્થીતી પ્રમાણે મહેન્દ્રનગર ચોકડી ખુબ વિકાસ થઈ રહ્યો છે જેના કારણે ટ્રાફિક નું એક હબ બનતું જાય છે. પીપળી રોડ પર આવેલા સીરામીકની ફેક્ટરી જવા માટે મહેન્દ્રનગર ચોકડી એક પોઈન્ટ છે જે થી કરી ને ત્યાં વહાન ની અવર જવર ખુબ જ પ્રમાણમાં થાય છે. તો તેવા સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે બનતો પુલ ગોકળગાય ની ગતિ એ બને છે તો આમ આદમી પાર્ટી ના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજૂઆત કરી કે મહેન્દ્રનગર ચોકડી બનતો આ પુલ પાસે એક વૈકલ્પિક રસ્તો છે તે રસ્તે ખુબ જ ખરાબ હાલતમાં છે અને મોટા પ્રમાણમાં તે રસ્તાઓ પર પુલ બનાવવા ની વસ્તુઓ નું દબાણ છે તો એ દબાણ તાત્કાલિક ધોરણે દુર કરી અને એ વૈકલ્પિક રસ્તો રીપેરીંગ કરી અને ત્યાંના એક ટ્રાફિક પોલીસ પોઈન્ટ બનાવી અને ટ્રાફિક મુક્ત બને એવી માંગ કરવામાં આવી છે. અને સાથે સાથે બનતો પુલ ગોકળગાય ગતિએ કેમ કામ ચાલે છે તે સ્પષ્ટતા જનતા સમક્ષ ખુલાસો થાય તેવી માંગ કરવામાં આવી છે…