
પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈ શ તોજ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી એમ ઈ એસ નુરાની હાઈસ્કૂલ ખાતે ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો હતો. જેમાં શાળાના પ્રમુખ સલીમ ભાઈ શેખ,શાળા ના ટ્રસ્ટી મુનાફ ભાઈ ખત્રી અન્ય મહેમાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા. શાળાના આચાર્યએ બાળકોને અથાગ મહેનત દ્વારા પ્રગતિ કરવાની સલાહ આપી હતી. શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું પરીક્ષા સમયની સ્ટ્રેટેજી અને જીવનમાં મુશ્કેલીમાં અને અગવડો વચ્ચે સફળ થયેલ વ્યક્તિઓ ના જીવન વિશેનું પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટેની ઉત્તમ તૈયારી તનાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ ખૂબ સરળતાથી આપેલ.કાર્યક્રમને અંતે બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થી સારા નંબરે પાસ થઈને શાળા તેમજ પરિવારનું નામ ઉજવળ બનાવે , તેમજ જીવનમાં પણ એક્ શ્રેષ્ઠ નાગરિક બની દેશ સેવા માટેનું કાર્યકરે તે માટેની શુભકામનાઓ શાળા ના આચાર્ય જતીન સાહેબ શાળા પરિવાર ટ્રસ્ટી સલીમ ભાઈ શેખ,મુનાફ ભાઈ ખત્રી, ફૈઝાન ખત્રી તેમજ જાકીર ભાઈ ખત્રી, ફૈઝ કુરેશી, સાદાફ કુરેશી, દ્વારા આપવામાં આવી હતી
ઈરફાનખત્રી
રાજપારડી







