વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામ ખાતે ઉદિશા પ્લેસમેન્ટ સેલ અંતર્ગત આચાર્ય ડૉ. એસ. એમ. પટેલનાં માર્ગદર્શન હેઠળ પોઝીટીવ એટીટ્યુટ – ઇંન્ટર પર્સંનલ સ્કિલ અને ટાઇમ મેનેજમેન્ટ વિષય આધારીત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિતે કવિ, દાદ સરકારી વિનયન અને વાણિજય કૉલેજ પડધરી, જિ. રાજકોટનાં આચાર્ય ડો. કે. જી. છાયા ઉપસ્થિત રહી પ્રથમ સેશનમાં પોઝીટીવ એટીટ્યુટ – ઇંન્ટર પર્સંનલ સ્કિલ અને ટાઇમ મેનેજમેન્ટ અને દ્રિતિય સેશનમાંન પોઝીટીવ એટીટ્યુટ – ઇંન્ટર પર્સંનલ સ્કિલ વિષય આધારિત વ્યાખ્યાન આપી યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રિ. ડો. કે. જી. છાયાએ પ્રથમ સેશનમાં સમયપાલન, સમયનું રોકાણ, સમયનું મૂલ્ય સમજી તેનો સદઉપયોગ કેવી રીતે કરી શકાય, વિધાર્થીઓએ પોતાની દિનચર્યામાં કયા કાર્યોને અગ્રીમતા આપવી તેમજ અગ્રીમતા આપી એ કામગીરી સમયસર પૂરી કરવા કેવા પ્રકારનું આયોજન કરવું, અને દ્રિતિય સેશનમાં ઇંન્ટર પર્સંનલ સ્કિલ વિષય અંગે વિધાર્થીઓને જીવનમાં ઉપયોગી માહિતી પુરી પાડી પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદિશા પ્લેસમેન્ટ સેલ કોર્ડીનેટર ડો. સુનિલભાઇ એમ. જાદવે કર્યું હતું અને ડો. ધર્મેશભાઇ પી. પટેલે આભારવિધી કરી હતી.