
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:સર્વ શિક્ષા ગાંધીનગર,શ્રીમદ રાજચંદ્ર કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામ ધરમપુર અને બીઆરસી ખેરગામના સંયુક્ત ઉપક્રમે આશ્રમશાળા તોરણવેરા ખાતે ૧૪ મીએ વિધ્યાર્થીઓના ભવિષ્યની કારકિર્દી માટે ઉપકારક એવા કારકિર્દી માર્ગદર્શન માટેનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિધ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પડયું હતું.શાળાના આચાર્ય વિજયભાઈ ગવલી અને બીઆરસી ખેરગામના જીગરભાઈએ માર્ગદર્શક મહેમાનોનું સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને રસ પૂર્વક ભાગ લઇ પોતાના ભવિષ્ય માટેનું ભાથું મેળવ્યું હતું.




