BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરની શ્રીમતી સાળવી સ્વસ્તિક પ્રાથમિક શાળામાં માતૃ- પિતૃ વંદના સમારોહ યોજાયો.

16 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળામાં શનિવારે માતૃ -પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને માતા પિતા પ્રત્યે સ્નેહ ભાવ જળવાય તેવી વાતો અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલ વિદ્યાર્થીઓના માતા -પિતાઓને બાળકોએ કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી વંદન વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલ માતા-પિતાઓએ બાળકોની પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્યશ્રી મહેશભાઈ પટેલ, રવિન્દ્ર ભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સુપરવાઇઝર શ્રીમતી પીનાબેન ડેરીયાએ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપનાબેન મુજાત દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!