GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેરના નાગરિકો મતદાન બહોળી સંખ્યામાં કરે અને દેશ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે : મહિલા મતદારો  પાયલ બેન અને  આરતીબેન

 

WANKANER:વાંકાનેરના નાગરિકો મતદાન બહોળી સંખ્યામાં કરે અને દેશ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે : મહિલા મતદારો  પાયલ બેન અને  આરતીબેન

 

 

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભાગરૂપે સવારના ૦૭:૦૦ કલાકથી ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે. આબાલવૃદ્ધ સૌ કોઈ આ મતદાનના પવિત્ર પર્વમાં સહભાગી બની રહ્યા છે. ત્યારે વાંકનેરના સ્થાનિક નાગરિકો શ્રી આરતીબેન અને શ્રી પાયલબેને આજે સૌપ્રથમ વાર મતદાન કર્યું હતું જેનો તેમના ચહેરા પર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આ તકે બંને બહેનોને જણાવ્યું હતું કે આજે તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ અમે બંને એ પહેલી વાર મતદાન કર્યું છે ત્યારે અમે રોમાંચની સાથે ગૌરવની અને જવાબદારી પણ અનુભવી રહ્યા છીએ. મતદાન કરવું એ આપણો નૈતિક અધિકારની સાથે ફરજ પણ છે તો આજના દિવસે સૌ વાંકાનેરવાસીઓ આ ફરજ પૂર્ણ કરે અને બહોળી સંખ્યામાં મતદાન કરે તેવી તેઓએ અંતમાં અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!