CHHOTA UDAIPURGUJARATNASAVADI

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર જોડાયા.

મૂકેશ પરમાર,,,નસવાડી

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર આજ રોજ મતદાન થઈ રહ્યું છે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. છોટાઉદેપુર નગરપાલિકાની મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનો ઉત્સાહભેર મતદાન કરવા જોડાયા હતા. ૨૮ બેઠકોનું પરિણામ ૧૮ ફેબ્રુઆરીએ જાહેર થશે.  છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં યુવા મતદારોએ ઉત્સાહ બતાવ્યો હતો.જેમાં ચૌહાણ ધ્રુમાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં પ્રથમ વખત મતદાન કર્યું હતું. મતાધિકારીનો ઉપયોગ કરતા ધ્રુમા ચૌહાણે જણાવ્યું કે, આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે અને મે પ્રથમ વખત વોટ આપ્યો છે જેનો મને ખુબ આનંદ છે.શેખ સિફાબાનુએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં પ્રથમ વખત મતદાન કર્યું હતું. પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા શેખ સિફાબાનુએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત વોટ આપતા મને ખુશી મળી છે

Back to top button
error: Content is protected !!