
તા.૧૬.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પહેલા મતદાન ત્યાર બાદ કન્યાદાન ” ની ભાવના સાથે મતદાન કરવા પહોંચ્યો દુલ્હનનો પરિવાર
લગ્નના દિવસે લગ્ન પહેલા પોતાનો મત આપવા પહોંચી દુલ્હન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં લગ્નના ફેરા ફરે તે પહેલા દુલ્હન સહિત તેના પરિવારજનોએ મતદાન કરીને અન્ય નાગરિકોને ચોક્કસ મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો.આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે જેને દરેકે પોતાની ફરજ સમજીને મતદાન કરવું જોઈએ. જેને લઈને મોટી બાંડીબાર ગામમાં દુલ્હનએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. એ સાથે દુલ્હનના પરિવારે પણ મતદાન કર્યું હતું. દુલ્હનના ભાઈ ડૉ. વંશ પંચાલ એ જણાવ્યું હતું કે, પહેલા મતદાન ત્યાર બાદ કન્યાદાન





