શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્નોત્સવના ૨૧ નવયુગલોને પાનેતર તથા કંકોત્રી વિતરણ કરાઈ.
શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્નોત્સવના ૨૧ નવયુગલોને પાનેતર તથા કંકોત્રી વિતરણ કરાઈ.

શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્નોત્સવના ૨૧ નવયુગલોને પાનેતર તથા કંકોત્રી વિતરણ કરાઈ.
ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા સંવત ૨૦૮૧ ના ફાગણસુદ-૩ ને રવિવાર તા.૦૨/૦૩/૨૦૨૫ ના રોજ મહંતશ્રી દલસુખરામબાપુ ગુરૂશ્રી બળદેવદાસબાપુ શક્તિનગર હળવદ,પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરી મહારાજ ગુરૂશ્રી હીરાપુરી બાપુ જનસેવા આશ્રમ મોટી ચંદુર ની પાવન નિશ્રામાં યોજાનાર ૨૦ માં સમુહ લગ્નોત્સવમા પગલાં પાડનાર વૈશાલી પ્રજાપતિ કાંસા, મિત્તલ પ્રજાપતિ સરવાલ,આરતી પ્રજાપતિ વાંસા સહીત ૨૧ નવ યુગલોને પાનેતર,બ્લાઉઝની સિલાઈ તથા કંકોત્રી વિતરણ આજરોજ તા.૧૬/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે શ્રી તુલસીદાસ કિલાચંદ રંગભવન, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ પાટણ ખાતે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ એન.પ્રજાપતિ, મંત્રી દશરથભાઈ ગુર્જર,કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ એવમ ભોજન દાતા ગીતાબેન પ્રજાપતિ મહેસાણા, શ્રી વઢિયાર પ્રજાપતિ સમાજ મહેસાણા ના પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ વકીલ,શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમજ ગાંધીધામના ખજાનચી રમેશભાઈ પ્રજાપતિ,શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ પ્રજાપતિ, મીઠાઈના દાતા લીલાભાઈ પ્રજાપતિ, મા-માટલાના દાતા કમલેશભાઈ પ્રજાપતિ, કંકોત્રીના દાતા ઉમાકાન્ત પરિવાર મહેસાણા ના નવીનભાઈ ઓઝા, કિરીટભાઈ ઓઝાની ઉપસ્થિતિ પાનેતરના દાતા ભગવતીબેન ધર્મેન્દ્રભાઈ (ઓઢવા) ના વરદ હસ્તે તથા કન્યાઓના બ્લાઉઝ સિલાઈના દાતા નરોત્તમભાઈ પ્રજાપતિ (કસલપુરા) ના હસ્તે વિતરણ કરવામાં આવેલ.શ્રીજી વિદ્યા મંદિર પ્રા.શાળા પાટણની વિધાર્થીની બંસી કનુભાઈ પ્રજાપતિ (ધો.૮),જાનકી જયેશભાઈ પ્રજાપતિ (ધો.૫), જાનવી જયેશભાઈ પ્રજાપતિ (ધો.૫)એ સ્વાગત ગીત જયારે ઉમેશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી પુષ્પગુચ્છ આપી આપી સન્માન કરેલ.મંત્રી દશરથભાઈ ગુર્જરે સમુહલગ્ન ના નિયમો, કુંવરબાઈ નું મામેરૂ, લગ્નના સાત ફેરા નો લાભ લેવા જેવા અનેક નિયમો સમજાવી સમુહલગ્નમા શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ ના તમામ જ્ઞાતિ જનોને પધારવા આહવાન કર્યું હતું.ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન દ્વારા જણાવ્યું હતું કે આપણાં સમજે દૂધમાં જેમ સાકર ભળે તેમ એકબીજા સાથે ભળી હળી મળી સમૂહ લગ્ન પરીપૂર્ણ કરવા તથા પ્રજાપતિ સમાજ ને જ્યારે પણ એકબીજાના મદદની જરૂર પડે ત્યારે ખભેખભા મિલાવી સાથ સહકાર આપવા જણાવ્યું હતું.આ પ્રસંગે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના આગેવાનો,પ્રભુતામાં પગલાં પાડતા વરગડીયા તથા તેઓના માતા-પિતા,કાર્યકરો હાજર રહ્યા હતા.સ્ટેજ સંચાલન કમલેશભાઈ પ્રજાપતિ,કાર્યક્રમ નું સફળ સંચાલન કિરીટભાઈ ઓઝા, સોહનભાઈ પ્રજાપતિએ આભાર વિધિ ખજાનચી મહેશ ડાહ્યાભાઈ પ્રજાપતિ (ઊંઝિયા) કરી હતી.બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 22530







