AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

હિમોફિલિયાના દર્દીઓ માટે ગુજરાત સરકારનો સહારો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮ કરોડ રૂપિયાની નિ:શુલ્ક સારવાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

હરિયાણામાં પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવી રહી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી મોડલ અંતર્ગત હવે ખજૂર, અંજીર, સફરજન અને ડ્રેગન ફ્રૂટ જેવી ખેતી સફળ બની રહી છે. આ અનોખા પ્રયોગોનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રવિવારે હરિયાણાના ગુરુકુલ ફાર્મની મુલાકાતે પહોંચ્યા હતા.

વિધાનસભા અધ્યક્ષે ગુરુકુલ ફાર્મના વિસ્તૃત નિરીક્ષણ બાદ જણાવ્યું કે, અહીં વિકસાવવામાં આવેલા મિશ્ર પાક મોડલ દ્વારા ભારતીય ખેતીના ક્ષેત્રે એક નવી દિશા તૈયાર થઈ રહી છે. તેમણે આ મોડલને પ્રેરણાદાયક ગણાવ્યું અને જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં એક નવી ઉન્નતિ શક્ય બની રહી છે.

પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા સમાન ગુરુકુલ ફાર્મ પર વિવિધ પાકોના મિશ્રણ દ્વારા જમીનની ઉર્વરતા જાળવી રાખવાની નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. ફાર્મમાં ઉગાડવામાં આવેલા 4.5 કિલો વજનના વિશાળ શલગમ (ગાજર જાતિનું એક કંદ) નો પરિચય કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કુદરતી ઉપાયો દ્વારા ખેતીમાં થતાં સુધારાઓ અંગે માહિતી આપી.

ડ્રેગન ફ્રૂટમાં ફંગસની સમસ્યા ઉદાહરણરૂપ ઉકેલતા, તેમણે ગૌમૂત્રના ઉપયોગથી આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો. તેમની પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓના પરિણામે વિલુપ્ત થતી ઘઉંની જુદી જુદી જાતિઓ પુનઃ વિકસાવવામાં આવી રહી છે.

શંકરભાઈ ચૌધરીએ બોરનો સ્વાદ માણ્યો અને પ્રાકૃતિક પદ્ધતિથી બનેલા તાજા ગોળ, સાકર અને ખાંડની બનાવટની પ્રક્રિયા નિહાળી હતી. તેમણે પ્રાકૃતિક ગોળનો સ્વાદ ચાખી તેને અત્યંત ગુણવત્તાસભર ગણાવ્યો.

આ અવસરે વિધાનસભા અધ્યક્ષે ગુરુકુલ કેમ્પસમાં ગૌશાળા, અશ્વશાળા, નિશાનેબાજી તાલીમ કેન્દ્ર, આર્ષ મહાવિદ્યાલય અને અન્ય પ્રાકૃતિક ઉપક્રમોની મુલાકાત લીધી હતી. ગૌશાળાને દેશની શ્રેષ્ઠ ગૌશાળાઓમાંની એક ગણાવતાં તેમણે દેશી ગાયો અને નંદીઓની સંભાળ અંગે વિશેષ ચર્ચા કરી.

મુલાકાત દરમિયાન ઓએસડી ટુ ગવર્નર ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ગુરુકુલ પ્રમુખ રાજકુમાર ગર્ગ, પદ્મશ્રી ડૉ. હરિઑમ, ડૉ. બલજીત સહારન, રામનિવાસ આર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!