PANCHMAHALSHEHERA

મનરેગા યોજના હેઠળ ચેકવોલ બનાવ્યા વગર સરકારી નાણા ૮૪૦૦૦/- રૂપિયા ની ઉચાપત ???

શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામે મનરેગા યોજના હેઠળ ચેકવોલના કામમાં ચમાર બાબુભાઈ ખુશાલભાઈ તથા એમના પરિવાર ના ૮ જોબકાર્ડ ધારક અને ચમાર ફળિયા ના ૧૩ જોબકાર્ડ ધારક અને અરજદાર મકવાણા નટવરભાઈ ડાહ્યાભાઈ તથા દક્ષાબેન નટવરભાઈ નામે ૩૫૮૪/- રૂપિયા લેખે ટોટલ સરકારી નાણા ૮૪૦૦૦/- રૂપિયા સદર બાબુભાઈ ખુશાલભાઈ એ ડરાવી ધમકાવી ઉપાડી સરકારી નાણા ની ઉચપત કરી

 

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીને થયેલ ફરિયાદ મુજબ શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામે મનરેગા યોજના હેઠળ ચેકવોલના કામમાં ચમાર બાબુભાઈ ખુશાલભાઈ તથા એમના પરિવાર ના ૮ જોબકાર્ડ ધારક અને ચમાર ફળિયા ના ૧૩ જોબકાર્ડ ધારક અને અરજદાર મકવાણા નટવરભાઈ ડાહ્યાભાઈ તથા દક્ષાબેન નટવરભાઈ નામે ૩૫૮૪/- રૂપિયા લેખે ટોટલ સરકારી નાણા ૮૪૦૦૦/- રૂપિયા સદર બાબુભાઈ ખુશાલભાઈ એ ડરાવી ધમકાવી ઉપાડી સરકારી નાણા ની ઉચપત કરી હોય,અરજદારના પુત્ર બેન્ક માં કામથી ગયા હતા અને બેન્ક સ્ટેટમેન્ટ માં પૈસા ની લેવડ દેવડ ની જાણ થતા સરકાર માન્ય મનરેગાની વેબસાઈટ પર થી વર્ક કોડ નંબર,મસ્ટર અને સર્વે નંબર ૭૩૬ જે ગૌચર જમીન છે ત્યા જગ્યા પર કોઈ પણ કામ કર્યા વગર ,કાગળ પર કામ બતાવી સરકારી નાણાની ઉચપત બાબુભાઈ ખુશાલભાઈ જે પોતે વલ્લવપુર ડેરી ના વાઇસ ચેરમેન અને સસ્તા અનાજની દુકાન નું સંચાલન કરે છે,અરજદાર ના પુત્ર ઘ્વારા જન્મનરેગા નામની એપ્લિકેશન માથી ૬ મહિના પહેલા ચેકવોલ પાસ કરવા ફોટા અપલોડ કરવામાં આવેલ હતો એમાં આ બાબુભાઈ ખુશાલભાઈ પોતે સંચાલન કરતા હોય એમ એમાં સામેલ હોય એવો ફોટા પણ દેખવામાં આવેલ છે,એ ફોટા પાડ્યા પછી ૬ મહિના પછી તારીખ ૨૭ જુલાઈ ના રોજ આ ૨૪ જોબકાર્ડ ધારક ના બેન્ક ખાતામાં ૩૫૮૪/- લેખે જમાં થયેલ હતા ,પૈસા જમાં થયા છે એવી જાણ થતા બાબુભાઈ ખુશાલભાઈ અરજદાર ને ઘરે આવેલા અને “અમારા પૈસા તમારા ખાતા માં જમાં થયેલા છે ,અમને અંગુઠો મુકી ને અરજદાર દક્ષાબેન ને કહ્યું કે અમારા પૈસા છે ,ઉપાડી આપો એમ ધમકાવીને ફળિયા માં આવેલા રામદેવપીરજી ના મંદિરે હાથ ખેંચી એમના ધર્મપત્ની રમીલાબેન અને એમની પુત્ર વધુ ઉર્વશીબેન મુકેશભાઇ લઈ ગયા અને પૈસા જબરજસ્તી જીતેન્દ્રભાઈ માછી ને બોલાઈ ઓનલાઈન પૈસા ઉપાડ કરી લીધો અને તમારું કામ પુરુ એમ કહી ઘરે મોકલી દીધા,ત્યારબાદ્ બાબુભાઈ ખુશાલભાઈ નો પુત્ર મુકેશભાઇ બાબુભાઈ અરજદાર નટવરભાઈ ડાહ્યાભાઈ ને ધમકાવી ને કહ્યું કે “તમારે પંચમહાલ બેન્ક માં જમાં થયા છે એટલે આવતીકાલ સુધી માં ગમે તે રીતે પૈસા ઉપાડી મારા પપ્પા ને આપી દેજો ,પૈસા અમારા છે તમારા હાથપગ ભાગી નાખીશું,એવું ધમકાવતા અરજદાર ગામમા દુકાન પર જઈ પંચમહાલ ના એ ટીએમ થી પૈસા ઉપાડી તારીખ ૨૧ જુલાઈ ના રોજ બાબુભાઈ ખુશાલભાઈ ઘરે જઈ એમના હાથમા આપ્યા,અરજદારના પુત્ર તપાસ કરતા બાકી ના ૨૨ જોબકાર ધારક જેમાં બાબુભાઈ ખુશાલભાઈ અને એમનો પરિવાર અને ચમાર ફળિયા ના બીજા જોબકાર્ડ ધારક એમ ટોટલ બધા સાથે મળેલા હોય,ફળિયા ના બધા લોકો ની સાથગાઢ હોય,અને અરજદાર અને એમના પુત્ર ને બધા ધમકાવા લાગ્યા કે અમે બધા બાબુભાઈ સાથે છીએ અને એમણે બાજુ જવાબ આપી દઈશું,તમે ૩ જણા શુ કરી લેશો,અરજદાર ના અરજી કર્યા બાદ બાબુભાઈ ખુશાલભાઇ ચેકવોલ ની જગ્યા પર જેસીબી બોલાઈ ખાડો કરતા અને ફળિયા ના એક જ જોબકાર્ડ ધારક ચમાર કાળાભાઇ પરમાભાઈ ચમાર ને જગ્યા પર આધારપુરાવા નાશ કરવા માટે કામ કરવામાં આવેલ છે,અરજદાર ઘ્વારા જિલ્લા વિકાસ અધિકારી,કલેક્ટર શ્રી,એસ પી શ્રી અને પી આઈ શ્રી ને અરજી આપવામાં આવેલ છે,શહેરા તાલુકા માં નવા વલ્લવપુર ગામ માં આ કૌભાંડ ના માસ્ટર માઈન્ડ બાબુભાઈ ખુશાલભાઈ ચમાર છે પણ ગામ ના સરપંચ અને બીજા મનરેગા ના કર્મચારી ને હાથા બનાવી લાખો રૂપિયા આજ દિન સુધી કૌભાંડ કરવામાં આવેલ હોઈ,અરજદાર ઘ્વારા ૨૪ જોબકાર્ડ ધારક માંથી ૨ જોબકાર્ડ ધારક નટવરભાઈ ડાહ્યાભાઈ અને દક્ષાબેન નટવરભાઈ સ્ટેમ્પ પર સોગંધનામું અરજી સાથે મુકેલ છે જેમ સદર બાબુભાઈ ખુશાલભાઈ એ બન્ને અરજદાર ના ખાતા માં આવેલા સરકારી નાણા બાબુભાઈ એ લીધા છે,બાકી ના જોબકાર્ડ ધારક એમના કુટુંબી હોઈ એટલે એ અરજદાર સિવાયના બાકી બધા ભેગા થઈ ને આ મનરેગા ચેકવોલ નું કૌભાંડ કરવામાં આવેલ હોય,કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!