DHORAJIGUJARATRAJKOT CITY / TALUKO

Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરજ બજાવતી પોલીસે સામાજિક સેવા પ્રદાન કરી માનવતા મહેકાવી

તા.૧૬/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે મતદાન માટે આવતા લોકોની વચ્ચે માનવતા મહેકાવતું એક દ્રશ્ય જોવા મળ્યું હતું.

આ દ્રશ્યમાં એક નવયુવાન પોલીસકર્મી એક વડીલ વૃદ્ધ માતાને ઉંચકીને મતદાન મથકની અંદર લઈ જાય છે. મતદાન પત્યા બાદ ફરીથી તેઓને ઉપાડીને મતદાન મથક બહાર છેક વાહન સુધી તેડીને લઈ જઈ વાહનમાં બેસાડે છે. આ ક્ષણે વડીલ વૃદ્ધાને નવયુવાન પોલીસમાં સાક્ષાત શ્રવણનો ભાવ અનુભવાયો હતો. જ્યારે ધોરાજીનાં પોલીસને માતા સમાન વડીલ વૃદ્ધાને સહારો આપવાનો આત્મસંતોષ જોવા મળી રહ્યો હતો.

ધોરાજી મતદાન મથકે પોલીસ બજાવતા ધોરાજીના આ પોલીસ એટલે પી. કે. ગોહિલ. ખાખી વર્દીની અંદર પણ કોમળ હૃદયનો માનવી જ વસતો હોય છે, તેવું તેમની કામગીરીને જોઈને લોકોને પ્રતીત થયું હશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસ કર્મીઓ ફરજના ભાગરૂપે માત્ર વ્યવસ્થા સંચાલન જ નહીં, પરંતુ એક માર્ગદર્શક, સહયોગીની ભૂમિકામાં પણ જોવા મળી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!