ભરૂચ: દહેજની સંસ્કાર દીપ વિદ્યાલય ખાતે રંગે ચંગે વાર્ષિકોત્સવ યોજાયો
સમીર પટેલ, ભરૂચ
દહેજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા ૨૨ વર્ષથી કાર્યરત સંસ્કાર દિપ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિધાર્થીઓએ વિવિધ થીમ પર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.
વર્ષ ૨૦૦૩ માં ભાડાના મકાનમાં શુરૂ કરનાર દીર્ઘ દૃષ્ટા બી એસ પટેલે વર્ષોની મહેનત બાદ હિન્દી ગુજરાતી માધ્યમ શરૂ કર્યું છે . દહેજ જી આઈ ડી સી પહેલા આટલી વિકસિત નહોતી ત્યારે આ શાળાની શરૂઆત થઈ હતી. આજે જ્યારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી મનફાવે તેવી ફી વસુલવામા આવે છે ત્યારે આ શાળામાં આજે પણ ખૂબ નજીવી ફી માં ૩૫૦ થી વધુ બાળકોને શિક્ષણમાં આપવામાં આવે છે . શિક્ષણ અને સંસ્કારના સમન્વય સમાન સંસ્કાર દીપ સ્કુલનો વાર્ષિકોત્સવ રવિવારની સાંજે રંગે ચંગે ઉજવાયો હતો. ફિલાટેક્ષ કંપનીના વેણુ વ્યાસ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર એવા દિવ્યેશ પટેલ , દહેજના અગ્રણી અને શાળાના ટ્રસ્ટી નરેન્દ્રસિંહ રણા, પત્રકાર ગૌતમ ડોડીઆ, દુર્ગાવાહિની સંયોજિકા આશા મોદી , બિરલા કોપર ટાઉનશીપ ના સભ્ય યજ્ઞેશ પટેલ સહિતના અગ્રણીઓ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. નરેન્દ્રસિંહ રણા અને દિવ્યેશ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધનમાં કરતા શાળાના સંચાલક બી એસ પટેલની મહેનતને બિરદાવી હતી. કાર્યક્રમમાં તમામ વર્ગના અને માધ્યમના વિધાર્થીઓએ સંસ્કાર, સંસ્કૃતિ અને શિસ્તની ભાવના ઉજાગર કરતા સંદેશ સાથે અનેક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકોએ ભારે જહેમત કરી હતી.