GUJARATKHERGAMNAVSARI

ખેરગામના બહેજની આદિવાસી દીકરી અનિતા પટેલે પી.એચડી. પદવી મેળવી ગામનું ગૌરવ વધાર્યું* –

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

*ડાંગના વિદ્યાર્થીઓના એજ્યુકેશન વિષયે મહાશોધ નિબંધ રજૂ કર્યો*

નવસારી,તા.૧૭: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામની આદિવાસી દીકરી અનિતાબેન ખુશરામભાઇ પટેલને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિનયન શાખાના એજ્યુકેશન વિષયમાં “A STUDY OF ADJUSTMENT AND EMOTIONAL REGULATION OF STUDENTS STUDYING IN SECONDERY SCHOOLS” શિર્ષક હેઠળ ડાંગના વિદ્યાર્થીઓના વિષયે પ્રસ્તુત કરેલા મહાશોધ નિબંધને સ્વીકારી પી.એચડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. અનિતા પટેલે એમનો મહાશોધ નિબંધ મહેસાણા તાલુકાના સ્વામી વિવેકાનંદ સર્વોદયા બેંક એજ્યુકેશન કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. પથિક ડી. બારોટના તથા પ્રોફેસર ડો. પ્રશાંત બી. પરિહારના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. તેઓ હાલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ કવાંટમાં તેમની ફરજ બજાવી રહ્યા છે. તેઓની આ સિધ્ધિ બદલ શાળા પરિવાર તેમજ ગામ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!