
તા.૧૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:સમગ્ર આદિવાસી સમાજની માં બહેન દીકરીઓને જેમ તેમ ગાળો બોલી અને આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણીઓ કરનાર કસમો સામે દાહોદ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નં કરવામાં આવતા આદિવાસી સમાજ઼ દ્વારા એ ઈસમો સામેં કાર્યવાહીની માંગ
એક મહીના અગાઉ કચ્છના રાપર તાલુકાના આર.કે થાકોર અને વનરાજ થાકોર નામના બે યુવકો દ્વારા સમગ્ર આદિવાસી સમાજની માં.બેનં.દીકરીઓને જેમ તેમ ગાળો બોલી અને સમગ્ર આદિવાસી સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી તે વિડિઓ સોસિયલ મીડિયામાં વાયરલ કરી હતી.તે વિડિઓ વાયરલ તથા સમગ્ર આદિવાસી સમાજના રોષ ભભુકી ઉઠ્યો હતો.અને આં બન્ને ઈસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરી એ બન્ને ઈસમો ને જેલ ભેગા કરવાં દાહોદ જિલ્લાના ધાનપુર.ગરબાડા.ફતેપુરા.ઝાલોદ અને દાહોદ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.પણ હાલ સુંઘી તે ફરિયાદની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.જેને લઈ આજરોજ સમગ્ર દાહોદ જિલ્લાના યુવાઓ.વડીલો.અગ્રણીઓ દાહોદ સાઇબર ક્રાઇમ પોલિસં મઠકે પહોંચ્યા અને કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રહેતા.આર.કે.ઠાકોર.અને વનરાજ ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી ના બન્ને ઈસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાહોદ ખાતે નોંધાવાં અને તત્કાલ તે બન્ને ઈસમોને ઘર પકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાં રજુઆત કરી જો તાતકાલિક તે બન્ને ઈસમોની ઘરપકડ નહીં કરવામાં આવેતો ઉગ્ર આદોલન કરવાની ચીમકી આદિવાસી અગ્રણીઓ દ્વારા ઉપચાર વામાં આવી છે.




