શ્રી.ગોવિંદ ગુરુ યુનિ.ના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ” પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ” વિષય પર વ્યાખ્યાન યોજાયું

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા “પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગની આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સગીતા પટેલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી, વિદ્યાર્થિઓને પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરાઓ, સિદ્ધાંતો અને તેમના સમાજમાં ઉપયોગીતા વિશે જાણકારી આપી હતી.
ડૉ. સગીતા પટેલે, સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં આધુનિક અભિગમ અને તેની વિવિધ પરિસ્થિતિઓ અંગે પણ વ્યાખ્યા આપતા, વિદ્યાર્થીઓ સાથે પ્રાસંગિક ચર્ચા કરી હતી. તેનાં દ્વારા વિદ્યાર્થીઓને દર્શાવાયું હતું કે, આ ક્ષેત્રમાં ઘણા વ્યાવસાયિક અભિગમો અને તકો પણ ઉપલબ્ધ છે.આ પ્રસંગે અનુસ્નાતક વિભાગના વડા ડૉ. જગદીશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું. આભાર વિધિ પ્રાધ્યાપક કરણ ભિલેચાએ કર્યું. કાર્યક્રમનું સંચાલન અનુસ્નાતક વિભાગના પ્રાધ્યાપક વણઝારા પ્રહલાદભાઈએ કર્યું હતું.વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા, જેમાં આશિષ પટેલ, નિશીતા ભોઈ, ઉષા પરમાર, કિશોરી સાવિત્રી અને અન્ય વિદ્યાર્થીઓએ સભ્યરૂપે ચર્ચા કરી.આ કાર્યક્રમ માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડૉ. અનિલ સોલંકીએ શુભેચ્છાઓ પાઠવી હતી.







