હાલોલ -પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ અને હાલોલ પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ, ટ્રાફિક નિયમોનું પાલન કરવા સુચન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૨.૨૦૨૫
પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ અને હાલોલ પોલીસ દ્વારા ક્લબ મહિન્દ્રા ના સહયોગ થી આજે હાલોલ ના જ્યોતિ સર્કલ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જેમાં દ્વિચક્રી વાહન ચાલકો દ્વારા ફરજિયાત હેલ્મેટ નો ઉપયોગ કરવામાં આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવી અને હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ ચલાવતા પકડાયેલા 25 જેટલા ચાલકો ને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને બાઇક ચલાવતા સમયે ફરજિયાત હેલ્મેટ નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.સતત વધી રહેલા અકસ્માતોના બનાવોને કારણે પંચમહાલ જિલ્લા પોલીસ વડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ અને હાલોલ પોલીસ દ્વારા આ ટ્રાફિક જાગૃતિ અભિયાન હેઠળ હાલોલ ના જ્યોતિ સર્કલ પાસે હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ અને સ્કૂટર ઉપર જઈ રહેલા વાહન ચાલકોને રોકવામાં આવ્યા હતા.અને માર્ગ અકસ્માત ની ઘટનાઓ માં હેલ્મેટ પહેરવાથી માત્ર માથા ની રક્ષા નથી થતી પરંતુ કુટુંબ અને રાષ્ટ્ર ની પણ રક્ષા થતી હોવાનો સંદેશ આપ્યો હતો.ક્લબ મહિન્દ્રા દ્વારા આ અભિયાન માં સહયોગ આપી 25 જેટલા મોટરસાયકલ ચાલકો ને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે હાલોલ ડીવાયએસપી વી.જે.રાઠોડ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા.









