GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jasdan: “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કિશોરીઓ માટે “એક્સપોઝર વિઝીટ કાર્યક્રમ” યોજાયો

તા.૧૭/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: જિલ્લા વહિવટી તંત્ર-રાજકોટ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી – રાજકોટ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ કિશોરીઓ માટે “એક્સપોઝર વિઝીટ કાર્યક્રમ” યોજાયો હતો.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિવિધ ગામોની ૫૦ દીકરીઓને મહાત્મા ગાંધીના જીવન-કવનને તાદ્રશ્ય કરતા ગાંધી મ્યુઝીયમ – રાજકોટ, કટોકટીના સમયમાં સહાયતા અને સુરક્ષા પૂરી પાડતું નારી સંરક્ષણ ગૃહ, ગ્રામીણ મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવતી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) રાજકોટ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, રાજકોટ તથા જ્ઞાન-વિજ્ઞાનની અવનવી દુનિયાથી વાકેફ કરાવતા રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવી પ્રેરણા મેળવી હતી.

Back to top button
error: Content is protected !!