
નરેશપરમાર. કરજણ,

રેવન્યુ વિભાગમાં ચાલતા કેસો માં ઝડપી નિકાલ થાય તે માટે જિલ્લા સમાહર્તા ને લેખિત માં રજૂઆત કરવામાં આવી..
કરજણ બાર એસોસિયેશનના પ્રમુખ મિનેષ એડવોકેટ એન્ડ નોટરી દ્વારા કરવામાં આવી રજૂઆત
નામદાર કલેકટર સાહેબ ની કોર્ટ માં છેલ્લા બે અઢી વર્ષથી રિવિજન અપીલ ના કેસો ચાલતા નથી.૨૦૨૩ માં દાખલ કરેલ કેસો માં સમન્સ કે નોટીસ મોકલવા માં આવતી નથી જેના કારણે પક્ષકારો ને ન્યાય મળતો નથી.કોર્ટ માં કેસો ચાલતા નથી જેના લીધે વકીલ શ્રી ઓ અને અસીલો (પક્ષકારો) વચ્ચે ઘર્ષણ નો માહોલ ઊભો થઈ રહ્યો છે.નામદાર કોર્ટે નો ખોરભે ગયેલ વહીવટ નો ભોગ વકીલ શ્રી ઓ અને અસીલો બની રહ્યા છે.અમો પોતે તારીખ ૦૫/૦૫/૨૦૨૩ ના રોજ એક આર ટી એસ ની અપીલ દાખલ કરી હતી એ અપીલ ના કામે તારીખ ૦૭/૦૩/૨૦૨૪ ના રોજ પ્રથમ સુનાવણી કોર્ટ દ્વારા રાખવામાં આવી હતી પરંતુ તે દિવસે અનિવાર્ય સંજોગો ના કારણે કોર્ટ કાયૅવાહી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી અને ત્યાર થી લય આજ દિન સુધીમાં એ કામ બાબતે નામદાર કોર્ટે તરફ થી સુનાવણી બાબતે કોઈ તારીખ પાડવા માં આવી નથી.અમો એ અવાર નવાર આ બાબતે તપાસ કરી હતી પણ પરિણામ શૂન્ય..જેથી કરજણ બાર એસોસિયેશનના પ્રમુખ મિનેષ એડવોકેટ એન્ડ નોટરી દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના અસીલો અને વકીલ શ્રી ઓ ના હિત માટે નામદાર કલેકટર સાહેબ ને રૂબરૂ મળી આ બાબતે રજૂઆત કરી છે વહેલા માં વહેલી તકે જૂના તમામ કેસો નો ઝડપી નિકાલ કરવા માં આવે.હવે જોવાનું એ છે કે નામદાર કોર્ટે આ કેસો બાબતે સત્વરે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરે છે કે ન્યાય માટે હજુ કેટલા સમય રાહ જોઈ પડશે??




