MORBI:અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ચોરાઉ મોટરસાયકલ સાથે દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

MORBI:અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ચોરાઉ મોટરસાયકલ સાથે દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ
મોરબી એલ.સી.બી.ની ટીમે અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીના ઘુંટુ ગામ નજીકથી ઝડપી પાડ્યો છે.
મોરબી શહેર અને જીલ્લામાં અનડીટેક્ટ રહેલા ચોરીના ગુનાઓને ઉકેલવા માટે મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.પી.પંડયા અને તેમની ટીમ દ્વારા ચોરીના ગુનાઓની તપાસ અર્થે પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન એલસીબી ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી પુરણસિંગ લલ્લુરામ નિશાદ મોરબી તાલુકાના ઘુટું ગામ નજીક બાપા સીતારામ ચોકડી પાસે જોવા મળ્યો છે. અને તે ત્યાં એક મોટર સાયકલ સાથે ઉભો છે. જેથી એલસીબી પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળેથી તુરંત આરોપી પુરણસિંગ લલ્લુરામ નિશાદ ઉવ.૩૨ રહે.આલ તા.જી.જાલોન થાના કોથોંદ (યુ.પી) વાળાને પકડી પાડ્યો હતો.
આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વર્ષ ૨૦૧૮ માં પોતે તથા તેના નાના ભાઈ ગોપાલ નિશાદ એ અમદાવાદના નારોલ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી ચોરી કરેલ હતી અને તેમાંથી લેપટોપ, ચાંદીની મુર્તી, રોકડા રૂપીયા તથા અન્ય ચીજવસ્તુ મળેલ હતી જે ઘરફોડ ચોરીના ગુનામાં તેનો નાનોભાઇ પકડાયેલ હોય અને પોતે આ ગુનામાં ફરાર હોય, આ સિવાય આશરે દોઢેક વર્ષ પહેલા અંજાર તાલુકાના એક ગામમાંથી મોટર સાયકલની ચોરી કરેલ હોય તેવી કબુલાત આપેલ હોય. તેની પાસેથી મળી આવેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ કચ્છના અંજારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. હાલ એલસીબી પોલીસે પકડાયેલ આરોપી વિશે અમદાવાદના નારોલ અને અંજાર પોલીસ મથકે જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી સબબ આરોપીને મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સોંપી આપેલ છે.








