MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠક પર કોંગ્રેસની જીત
MALIYA (Miyana):માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠક પર કોંગ્રેસની જીત
મોરબીના માળિયા મિયાણા તાલુકા પંચાયતની સરવડ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન અરજણભાઈ આદ્રોજાને 1087 મત જ્યારે ભાજપના ઉમેદવાર ચંપાબેન મણિલાલ સરડવાને 904 મત મળ્યા હતા. આમ 183 મતે કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે.
ભાજપે આ બેઠક ઉપર માળીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાના પત્નીને ટીકીટ આપી ચૂંટણી લડી હતી પરંતું હાર થઈ હતી, ઉલ્લેખનીય છે કે આ બેઠક કોંગ્રેસ ની પરંપરાગત બેઠક છે જે કોંગ્રેસે જાળવી રાખી છે. આ બેઠક જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પણ ગઢ હોય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પણ જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું.આ અંગે કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે આ કાર્યકરોની જીત છે.