MORBI:મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રોડમાં દબાણ દૂર કરવા લત્તાવાસીઓએ કરી કમિશનને રજૂઆત!

MORBI:મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર રોડમાં દબાણ દૂર કરવા લત્તાવાસીઓએ કરી કમિશનને રજૂઆત!
રજૂઆત નાં પગલે બંધ થયેલું દુકાન નું કામ પુનઃ શરૂ! કોણ છે? આ નાક-કટા નકટા જે કમિશનર ની સુચના નેં ગણકારતા નથી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં મહાનગરપાલિકા થયા પછી પણ લોકો સાથે છેતરપિંડી થાય તેવા બાંધકામો કરવાંમાં નકટાઓ પાછા પડતા નથી અને લોકોને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે. પણ લોકો હવે જાગૃત થઈ ગયા હોય તેઓ ની કોઈ વાત માનતા નથી અને રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય લત્તા વાસીઓએ મહાનગરપાલિકામાં કમિશ્નર ને લેખિત રજૂઆત કરી હતી અને તે પગલે ટાઉન પ્લાનિંગના કર્મચારી સ્થળ ઉપર જોઈને રિપોર્ટ કરવા માટે વિગત લખી ગયા હતા અને કામ બંધ કરી દેવાની સુચના આપી હતી તે પગલે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું જે કામ રવિવારે રજા હોય પુનઃ બાંધકામ શરૂ કર્યું છે અને આજે બીજી વાર લતાવાસીઓએ મહાનગરપાલિકા માં લેખીત રજુઆત કરી છે.
મોરબી શહેર માં નાની કેનાલ રોડ ઉપર વિકસિત એરીયો હોય અને નોન ટાઉનપ્લાનિંગ વિસ્તાર હોય ત્યાં ઓનલાઇન બાંધકામની મંજૂરી અને લે આઉટ પ્લાનની મંજૂરી લેવાની હોય છે પરંતુ તેમાં સરકાર શ્રી ના નિયમ મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે જે તે બિનખેતી થતા પ્રકરણમાં ૧૨ મીટર નો રોડ મૂકવાનો હોય છે પણ આવો રોડ મુકાતો નથી અને મંજૂરી વગરના બાંધકામો થઈ રહ્યા છે અને જે બાંધકામ માધાપર ૧૨૭૫/૨ અને ૧૨૭૬/૧ માં દુકાનોનું બાંધકામ થઈ રહ્યું છે તે આંતરિક રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય આ લત્તાના લોકોએ તે બાંધકામ દૂર કરવા અને કાયદાકીય પરિભાષામાં તપાસ કરવા મહાનગરપાલિકા મોરબીનાં કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે કમિશ્નરે સ્થળ ઉપર તપાસ કરી રિપોર્ટ કરવાનો આદેશ કરતા ટાઉન પ્લાનિંગના કર્મચારીઓ સ્થળ ઉપરથી રિપોર્ટ કરી ગયાં છે અને બાંધકામ બંધ કરી દેવાની સુચના આપી હતી પણ ગયાં રવિવારે રજા હોય આ દુકાન નું બાંધકામ શરૂ કર્યું છે. તો આ કોણ નાક-કટા અને નકટા છે જે કમિશ્નર ની સુચના નેં ઘોરીને પી ગયાં છે. આજે મહાનગરપાલિકામાં થયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ જે રોડના બાંધકામ રોડમાં દબાણ કરીને દુકાનોનું બાંધકામ થઈ રહ્યું છે ફરીથી શરૂ થયું છે. અને દબાણ થયું છે તે દૂર કરવામાં આવ્યું નથી. તો આ રોડમાં થયેલા દબાણ દૂર ન થાય ત્યાં સુધી આ થયેલા દુકાનોનાં બાંધકામને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવે અને કમિશ્નર સાહેબની સૂચના નું અનાદર કરેલ છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે લતાવાસીઓએ નગરપાલિકામાં રજૂઆત કરી છે.







