MORBI:મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એક્સીસ બેન્કને ગ્રાહકને સબસિડી સહિત ૭૭ હજાર રૂ. ૯ ટકા વ્યાજે ચુકવવા આદેશ કર્યો

MORBI:મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એક્સીસ બેન્કને ગ્રાહકને સબસિડી સહિત ૭૭ હજાર રૂ. ૯ ટકા વ્યાજે ચુકવવા આદેશ કર્યો
મોરબીના વતની હિમાંશુ ભગવાનજીભાઈ મકવાણાએ બ્લોક નં. બી/૧૦ નંબરનું મકાન જે માનસધામ સોસાયટી, જેતપર રોડ પર આવેલ રૂા. ૭,૨૫,૦૦૦/-છે તે એકસીસ બેન્ક લોન સેન્ટરમાં લીધેલ. પરંતુ બેન્કે તેની મળવા પાત્ર સબસીડી આપવાની ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજી ભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેઈસ દાખલ કરેલ અદાલતે હિમાંશુભાઈને સબસીડી રૂપીયા ૬૭,૦૦૦/- તથા રૂા. ૧૦,૦૦૦/- માનસિક ત્રાસના તા. ૨૩-૧૦-૨૦૨૩થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલછે.
આ કંઈસની વિગત એવી છે કે, મોરબીના રહીશ હિમાંશુભાઈ મકવાણાએ એકસીસ બેન્કલોન સેન્ટર માંથી રૂપીયા ૭,૨૫,૦૦૦/-ની મકાન માટેની લોન લીધેલ અને માનસધામ,જેતપર રોડ ઉપર મકાન ખરીદેલ. સરકારશ્રીના નિયમ મુજબ રૂપીયા ૬૭,૦૦૦/- સબસીડી મળવી જોઈએ. લોન લેતી વખતે બેન્કના કર્મચારી ચિરાગભાઈ ભોજાણીએ હિમાંશુભાઈને કહેલ કે તમોને મળવાપાત્ર સબસીડી મળી જશે. હિમાંશુભાઈએ સબસીડી માટેના તમામ પેપર્સ તૈયાર કરીને સબમીટ કરી આપેલ છે જેને એક વર્ષ જેવો સમય વીતી જવા છતાં મળવા પાત્ર સબસીડી મળેલ નહી જેથી ફરિયાદીએ ઓપરેશન વિભાગના મેનેજરનો સંપર્ક કરેલ. મેનેજરે જણાવેલ કે સબસીડી માટે લોગીન કરવાનું હોય છે.
ફરિયાદીને અસંતોષ થતા હોમ લોન વિભાગના વડા નારણદાસને મળેલ તેણે કહયુ કે સબસીડી માટે જે તે સમયે લોગીન કરવાનું હોય છે. હવે લોગીન કરવાની પ્રક્રિયા બેન્કે કરવાની હોય છે અને ગ્રાહકને સબસીડી માટે મદદ કરવાની હોય છે. પરંતુ બેન્કની સેવામાં ખામી હોય સબસીડી નહી મળતા હિમાંશુભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઈસ દાખલ કરતા અદાલતે એકસીસ બેન્કને રૂપીયા ૬૭,૦૦૦/- સબસીડીના અને રૂા. ૧૦,૦૦૦/- માનસિક ત્રાસના મળી કુલ રૂપીયા ૭૭,૦૦૦/-તા. ૨૩-૧૧-૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ ફરમાવેલ છે.






