બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુરનાં સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા દિવસ’ નિમિત્તે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી.

18 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુરનાં સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા દિવસ’ નિમિત્તે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી.ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કૉમર્સ કૉલેજમાં ‘માતૃભાષા દિવસ’ નિમિત્તે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વક્તા તરીકે શ્રી વિકી ત્રિવેદી અને શ્રી પુનિત જોષીએ પોતાની વાણીમાં વિચારો રજૂ કરી વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ અનેક ઉદાહરણ આપી સમજાવ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવામાં કૉલેજ સ્ટાફે મહત્વનું યોગદાન આપ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંયોજન કૉલેજનાં આચાર્યા શ્રી ડૉ.મનીષાબેન કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાર્તિકકુમાર પી. મકવાણાએ સફળતાપૂર્વક કર્યું હતું.




