jmr-કલેક્ટર સમક્ષ કેમ બેસાય??

રી-સર્વે મીટીંગ(લેન્ડ રેકર્ડ) તસવીરોમાં એક અધીકારી “છતા” થઇ ગયા
કંઇ ડેકોરમ જેવુ હોય કે નહી? કલેક્ટર સરળ છે એટલે તમે તમારા લક્ષણ ઝળકાવો ઇ ચાલે??
અમુક કર્મચારીઓ ઉપરીના ચાર્જ કે પ્રમોશનને લાયક છે કે નહી?? તેના માપદંડ હાલના રાજકીય ખૂબ જ દખલગીરી વાળા વહીવટીતંત્રમાં અલગ અલગ હોય છે…..નહી…??
જામનગર ( ભરત ભોગાયતા)
સરકારી કર્મચારીઓ માટે સેવા અને શિસ્તના નિયમો અમલમાં છે, પ્રોટોકોલ અને એટીક્વેટ પણ અમલમાં છે ઉચ્ચ અધીકારી સમક્ષ કયા હાવભાવથી વાત કરાય?! વગેરે બાબતો સરકારી કર્મચારીએ શીખવાની હોય છે પરંતુ કોઇ મંત્રીની રહેમ નજરથી જીલ્લા કક્ષાનો ચાર્જ તો આવી જાય છે પરંતુ શિસ્તબદ્ધતા તો કેળવાયેલી હોય તો જ થાય નહી તો પોતાની પોસ્ટ (રહેમથી મળેલી)ના ગુમાનમાં હોય તેવા અધીકારીઓ કે કર્મચારીઓના હાવભાવ છતા થઇજાય છે
જામનગર જીલ્લા કલેક્ટર કેતન ઠક્કરએ તાજેતરમાં ગત ૧૫ ફેબ્રુઆરીના જમીન માપણી સંબંધે ડીસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ કચેરીની મીટીંગ યોજી હતી અને રી સર્વે કામગીરી સંદર્ભે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ
આ મીટીંગમાં લેન્ડ રેકર્ડ કચેરીના ઇન્ચાર્જ નીરીક્ષક (ઇન્સ્પે.) કે.એન.ગઢીયા જે હાવભાવથી બેઠા છે તે ધ્યાન ખેંચે તેવા છે
એક વાત એ કે તમે જીલ્લા કલેક્ટર સમક્ષ મીટીંગમાં બેઠા છો બીજુ તમને ખબર ન પડતી હોય તો જુઓ અધીક કલેક્ટર ખેર અદબવાળીને બેઠા છે 
પણ… ભાઇ ગઢીયાને સામે જ્યારે કેમેરામેન દેખાણા તો કમર પર હાથ રાખીને ,કલેક્ટર શ્રી ઠક્કરના અધ્યક્ષસ્થાને ચાલી રહેલી મીટીંગમાં ચોક્કસ પ્રકારનો પોઝ આપ્યો….!!!!આ બાબતે જો કે આ મીટીંગમાં ઉપસ્થિત અન્ય અધીકારીઓએ તેને ટોક્યા પણ હશે…..બને કદાચ.
તેમજ કલેક્ટર સમક્ષ આ ભાઇ ગઢીયા કઇક જણાવે છે ત્યારે હાથ ઉંચો કરી હથેળીના ભાવ કોક ને સમજાવી દેવા માંગતા હોય તેવા વિચિત્ર લાગે તેવી હાથની લેંગ્વેજ કહે છે અરે મિત્ર તમે જીલ્લા કલેક્ટરને સમજાવશો?? કે શું કરવુ જોઇએ….?? આ તો કલેક્ટરનુ સૌજન્ય છે કે તેઓએ ચલાવી લીધુ નહીતો આખી મીટીંગ આવા અધીકારી ને તો ઉભા જ રાખવા જોઇએને?? તેવી સમીક્ષા રેવન્યુ વિભાગમાં કર્મચારીઓ અબે અધીકારીઓ આવી તસવીરો જોઇને ચર્ચા કરતા સાંભળવા મળ્યુ હતુ
આમેય આ ડી.ઇ.લે.રે.ની બોડી લેગ્વેજ તેમના હોદાને બહુ બંધબેસતી તો અમસ્તી પણ નથી જ, તેવો અભિપ્રાય કચેરીના અમુક લોકોનો છે
નથી કહેતા કે સામાન્ય રીતે વ્યક્તિ ઉંમરલાયક બનવા સાથે ઉંમર ને પણ લાયક બનવા જોઇએ તેવુ જ કોઇપણ સરકારી કર્મચારીમાંથી અધીકારી બનતા અમુક માટે લાગુ પડે છે.
જો કે ભાઇ ગઢીયાની મુદ્રાઓનુ આશ્ર્ચર્ય એટલે થયુ કે આ લખનારે અનેક સરકારી મીટીંગોના કવરેજ કર્યા છે,તસવીરો લીધી છે,જાતે અમુક મીટીંગમાં જુદી જુદી કમીટીઓમાં હોવાથી પાર્ટીસીપન્સ બન્યા છે પરંતુ કોઇના,ઇવન કલેક્ટર કે સચિવો કે મિનિસ્ટરોના આવા હાવભાવ મુદ્રા જોવામાં આવ્યા નથી આ કઇક વિશેષ છે કઇક સૂચક છે એટલે નોંધ લેવી પડી છે
લેન્ડ રેકર્ડના આ ઇન્સ્પે.અરજદારો સાથે ખૂબ ઉંચા અવાજમાં એટલેકે પંચમ સૂરથી જ વાત કરે છે,કોઇની પુરી રજુઆત કે સ્ટાફનુ સુચન પુરૂ સાંભળતા પણ નથી એટલું જ નહી તેના વિરૂદ્ધ અમુક લોકોએ અમુક સ્તરે “અમુક” બાબતે ખાનગી ફરીયાદ કરી હોવાનુ પણ ચર્ચાય છે તેમજ અમુક ચર્ચાઓ મુજબ કોઇ રાજકીય નેતાના તેઓ કોઇ કારણસર માનીતા છે(પાળીતા શબ્દ ઔચીત્યભંગ ગણાય ને??) જો કે બીજી તરફ કોઇ એવી પણ ચર્ચા કરતા હતા કે ગમે એના માનીતા હોઇ તો પણ શું કલેક્ટર સમક્ષ બેસવાના હાવભાવના બોલવાના નિયમ ચુકી જવાના હોય?? અને કોઇ રાજકીય નેતા એવી છુટ આપતા હશે કે ગમે તેમ વ્યવહાર કરવો?? કે પછી કોઇ સાથે કોઇક પ્રકારની સાંઠગાંઠ હોય તો તેને અભયવચન માનીને આ ડી.ઇ.લે.રે. મનફાવે તેવુ વર્તન કરતા હશે?? સાંભળવામાં આવ્યુ છે કે તેમની સંપતિ (સ્થાવર જંગમ )વિશે સર્વેક્ષણ કોઇ કરી રહ્યા છે…..એમાં કંઇ રસપ્રદ બહાર આવે તો જ ખ્યાલ આવે એ સિવાય આક્ષેપ તો તેમની ” ચોક્કસ હેતુ ભરી કાર્યપ્રણાલી” ના કારણે થતા હોય શકે છે આક્ષેપ ઠોસ પુરાવામાં તબદીલ થાય તો??
_________
ગુગલી
_________
બીજી આ વિષય સિવાયની એક વાત એ હમણા ચર્ચામાં છે કે રાજ્યના ACB વડા નો ચાર્જ સંભાળતા જ પીયુષ પટેલને સરકારે ફ્રી હેન્ડ તો આપ્યોજ છે સાથે સાથે જરૂરી હોય તેવા નિરીક્ષણ હેઠળના અધીકારીઓના કિસ્સાઓમાં તેઓની અપ્રમાણસર મીલકતો- સંપતિઓ શોધવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બંને પ્રકારની ઇફેક્ટીવ મેથડ અંગે આગામી ૨૦ મીએ વિભાગના અધીકારીઓને ચોક્કસ “કી લેશન” આપવાના છે ACB ની તપાસ ટેકનીક આધુનિક બની છે અને ટેકનોલોજીની મદદ છે ઇવન માત્ર મીલકત હસ્તાંતરણ દસ્તાવેજ જ નહી દસ્તાવેજ જ નહી કરાર,મુખત્યારનામુ,કુલ મુખત્યારનામુ,બક્ષીસ,ગીફ્ટ વગેરે પ્રકારના ડોક્યુમેન્ટસ,ઇન્કમટેક્ષ રીટર્ન,સરકારના કર્મયોગી પોર્ટલમાં APR એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન દર વર્ષે કર્મચારીઓ અધીકારીઓ દ્વારા ભરવામાં આવતી મીલકતોની વિગતો, સંતાનોના ઉચ્ચ અભ્યાસ,લગ્નસમારંભ કે પ્રસંગોના ખર્ચ,જંગમ મીલકતો…..વગેરે સંકલિત વિગતોના બારીકાઇથી અભ્યાસ કરવા પીયુષ પટેલએ ચાર્જ સંભાળતા સુચના તો આપી છે હવે યોજાઇ રહેલી મીટીંગમાં ફીલ્ડમાં ઇફેક્ટીવ વર્કની ફોર્મ્યુલા પણ આપનારા છે.
* એક વાત એ કે ગુજરાત સરકારના બજેટની કુલ રકમના ૪૦ ટકા જેટલી રકમનો ભ્રષ્ટાચાર જુદી જુદી રીતે થાતો હોવાનુ અનુમાન છે ત્યાં સુધી કે કર્મચારીઓના પગાર, ભથ્થા, ખાસ ભથ્થા,વળતર,મહેનતાણુ,કચેરી અપડેશન ને એડીશન વગેરેમા પણ ભ્રષ્ટાચાર થાય છે
* બીજી વાત કે જામનગરમાં બે દાયકા પહેલા(સરકારી અધીકારીઓના મીલકત સર્વેનું સઘન આયોજન ત્યારે ચુસ્ત ન હતુ) પીડબલ્યુડીના એક અધીકારી
એ પોતાના વૈભવી રહેણાંકના વાસ્તુ જેવા પ્રસંગમાં પોતાના મિત્ર છે તેવુ માનીને એસીબીના એક અધીકારીને પણ આમંત્રણ આપેલુ,સુઝકા વાળા ગણાતા અને સૌ ને ખુશ રાખતા આ અધીકારી ત્યાં જ ભુલ કરી ગયા…..!!! બાદમા ACB ની નોટીસ ,નિવેદનો વગેરે ઘણુબધુ………..
_______
તિખારો…..
________
સતા,સંપતિ,પદ,વૈભવ,સૌંદર્ય વગેરે પચાવતા ન આવડે તો અધુરીયા થઇ છલકાઇ જઇએ માટે પરીપક્વને જ પદ મળે તે ઇચ્છનીય ગણાય છે તેમ હિતોપદેશ કહે છે
__________
—-regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com







