DAHODGUJARAT

દાહોદ નવજીવન સાયન્સ કોલેજ દ્વારા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે એડવેનચર એન્ડ નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૮.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નવજીવન સાયન્સ કોલેજ દ્વારા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે એડવેનચર એન્ડ નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ના શારિરીક શિક્ષણ અને રમત ગમત વિભાગ દ્વારા આભાપરા હિલ સ્ટેશન,ભાણવડ,પોરબંદર મુકામે આયોજન કરવામાં આવેલ હતું. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાની એક માત્ર કોલેજ છે.જેના દ્વારા આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં કોલેજની ૧૮ વિદ્યાર્થિનીઓ અને ૨ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો.સુષ્માબેન રાવત દ્વારા મહિલા સ્ટાફમાં ઉપસ્થિત રહીને સહયોગ આપેલ હતો. ભાગ લેનાર તમામ દ્વારા આ કેમ્પમાં ભાગ લઈને જીંદગીની ઉત્તમ ક્ષણ અને અનુભવ મેળવયો હતો.આ કેમ્પમાં વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એનિમલ રેસકયુઅર અશોકભાઈ ભટ્ટ,ફોરેસ્ટ વિભાગના રામભાઈ કાના અને પશુ ચિકિત્સક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.જેમને કોલેજ તરફથી પુસ્તક ભેટમાં આપી હતી.સામાન્ય શિક્ષણ પ્રણાલીથી અલગ શાળામાં અભ્યાસ કરવા ગયા વગર મુક્ત શિક્ષણ પ્રણાલીથી શિક્ષણ આપતી શાળા તપોવન વિશ્વ વિદ્યાલયની મુલાકાત લઈને ત્યાંના નિયામક ભીમસિંઘ ભાઈ દ્વારા ત્યાંની શિક્ષણ વ્યવસ્થાની જાણકારી વિધાર્થીઓને આપી હતી.આ કેમ્પ માટે કોલેજના કાર્યકારી આચાર્ય ડો . જી.જે.ખરાદી દ્વારા તમામ સ્તરે સહયોગ આપીને પ્રોત્સાહિત કરીને આયોજનને બિરદાવ્યુ હતું.

Back to top button
error: Content is protected !!