Rajkot: સરકારી પોલીટેકનીક કોલેજ રાજકોટ ખાતે “કારકિર્દીની પસંદગી તરીકે આંત્રપ્રિન્યોરશિપ” વિષય પર વર્કશોપ યોજાયો

તા.૧૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)તથા સરકારી પોલીટેકનીક કોલેજ રાજકોટના આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ (EDC)ના સંયુક્ત ઉપક્રમે “કારકિર્દીની પસંદગી તરીકે આંત્રપ્રિન્યોરશિપ’ વિષય પર વર્કશોપ યોજાયો હતો.
વર્કશોપમાં રામકૃષ્ણ મિશન, રાજકોટના સ્વામી શ્રી મેધજાનંદ લલિત મહારાજે ‘ઉદ્યામિતામાં આદ્યાત્મિકતા* વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને “શક્તિદાયી વિચારો” હેન્ડબુકનું વિતરણ કર્યું હતું. રાજ્ય આંત્રપ્રિન્યોરશીપ લીડ, EDII, અમદાવાદના શ્રી હેતલ પાઠક દ્વારા ‘કારકિર્દી તરીકે ઉદ્યોગસાહસિકતા” વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વર્કશોપમાં યજમાન સંસ્થા સરકારી પોલીટેકનીક કોલેજ, રાજકોટના પ્રિન્સિપાલશ્રી ડો. એ. એસ. પંડયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આશરે ૧૮૦ વિદ્યાર્થીઓએ વર્કશોપ દ્વારા મળેલ જ્ઞાન અને અનુભવની પ્રશંસા કરી હતી તેમજ ૨૫ ફેકલ્ટી સભ્યો “SMART” સાધનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વિવિધ કોમર્શિયલ ટેક્નિક વિકસાવવા વિશે પણ માહિતગાર થયા હતા.
આ પ્રસંગે શ્રી આર.એન્ડ.બીના કાર્યપાલક ઈજનેરશ્રી એસ.એસ.જાની, ડી.આઈ.સીના જનરલ મેનેજર શ્રી એમ.કે.લાડાણી, બી.કે. મોદી ફાર્મસી કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. અશ્વિન દુધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપ માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ (HIDC) ટીમના સંયોજકશ્રી આર. એમ. રાજ્યગુરુ, શ્રી કે, એલ. મકવાણા, શ્રી સુનિલ નકુમ, શ્રી માયુ ભમ્મર, કુ. કિરણ પરમાર, શ્રી એસ. એસ. પ્રજાપતિ અને શ્રી પી.એમ.સરડવાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. નીલમ સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ આચાર્યશ્રી, સરકારી પોલીટેકનીક કોલેજ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.





