GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શાપર નજીક ટેન્કરમાંથી ગેસ કટિંગ કરતા બે શખ્સોને રૂ.૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

MORBI મોરબીના શાપર નજીક ટેન્કરમાંથી ગેસ કટિંગ કરતા બે શખ્સોને રૂ.૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

 

 


મોરબી એલસીબીએ શાપર ગામ પાસે આવેલ એક હોટલના ગ્રાઉન્ડમાંથી ગેસના ટેન્કરમાંથી ગેસ કાઢી તેને બાટલામાં ભરવાના ગેસ કટિંગ કૌભાંડનો પર્દાફાશ કરી બે શખ્સોને રૂ.૫૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી તાલુકા પોલીસે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઈ રહે. બાગલી તા.સાંચોર (રાજસ્થાન) વાળો અમુક શખ્સો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની પ્રવુતી કરે છે. જે હકીકત આધારે રેઈડ કરી રાહુલ જેતારામ કુરાડા રહે.પમાણા તા.સાંચોર (રાજસ્થાન) અને બુધારામ વાગતારામ ખિચડરહે. ભુતેલ તા. સાંચોર (રાજસ્થાન)વાળાને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે આરોપી ભગીરથ મંગારામ બિશ્નોઈ રહે. બાગલી તા.સાંચોર (રાજસ્થાન) અને ટેન્કર નં.GJ-06-AZ-0432ના ચાલક હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી શોધખોળ ચલાવવામાં આવી છે.

આ સાથે એલસીબીની ટીમે ગેસ ભરેલ ટેન્કર નં. GJ-06-AZ-0432 ગેસના જથ્થા સહિતની ફૂલ કિં.રૂ.૫૦,૧૦,૫૮૯/-, ગેસ ભરેલા સીલેન્ડર નંગ-૨૬ બાટલા સહીત કિ.રૂ.૪૧,૮૯૦/-, ગેસના ખાલી સીલેન્ડર નંગ-૨૧ કિ.રૂ.૧૦,૫૦૦/-, ઈલેક્ટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી નળી નંગ-૧ તથા રીફલીંગ મોટર નંગ-૧ તથા અન્ય સાધનો મળી કુલ કિ.રૂ. પ૦,૬૬,૦૭૯ /- નો મુદામાલ કબ્જે કરેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ પી.પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, એસ.આઇ. પટેલ, વી.એન.પરમાર સહિતના રોકાયેલ હતા.

Back to top button
error: Content is protected !!