
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ધો.10-12 કુલ- 44 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરાયું,જેમાં 136 દિવ્યાંગ ઉમેદવાર અને 1 કેદી ઉમેદવાર સહિત કુલ 28,295 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જિલ્લામાં સુચારૂ અને તણાવમુક્ત માહોલમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા યોજવા જિલ્લા વહીવટી તંત્ર તૈયાર
અરવલ્લી જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૨૮,૨૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બોર્ડની પરીક્ષા માટે ૪૪ કેન્દ્રો પર તૈયારીઓ શરૂ કરાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી ધો.૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીકના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અરવલ્લી અને જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા પૂરતી તૈયારી કરી દેવામાં આવી છે.
ધો.૧૦-૧૨ કુલ- ૪૪ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન કરાયું છે જેમાં ૧૩૬ દિવ્યાંગ ઉમેદવાર અને ૧ કેદી ઉમેદવાર સહિત કુલ ૨૮,૨૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા ટ્રોલ રુમ ઉપરાંત એસ.એસ.સી. અને ઝોનલ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. ઉપરાંત કેન્દ્ર સંચાલક, સરકારી પ્રતિનિધિની પણ તાલીમ યોજવામાં આવી છે.ઉપરાંત કેન્દ્ર પર વીજ પુરવઠો, પાણી વ્યવસ્થા, આરોગ્યની ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં ધો.10ના 27 અને ધો12 સામાન્ય પ્રવાહ 14 અને વિજ્ઞાન પ્રવાહના 3 પરીક્ષા કેન્દ્રો મળી કુલ- 44 પરીક્ષા કેન્દ્રો ઉપર બોર્ડ પરીક્ષા યોજાશે અને આ માટે ધો.10 મોડાસા અને શામળાજી ઝોન અને ધો.12 માટે મોડાસામાં ઝોન સહિત કંટ્રોલરુમ ઉભો કરવામાં આવ્યો છે.તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટીવી કેમેરાથી સજ્જ છે અને શાળાના કોઈપણ કર્મચારીનું સંતાન પરીક્ષા આપતું હશે તો તેમને પરીક્ષા કામગીરીમાંથી મુક્ત રાખવા સ્પષ્ટ સુચના બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી તથા કેન્દ્ર સંવાહકોને આપી દેવામાં આવી છે.પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સાહજિક રીતે ચિંતિત રહે છે અને માનસિક દબાણ અનુભવે છે સદર પરીક્ષા માટે અત્રેના જિલ્લાના વિધાર્થીઓને માર્ગદર્શન,મુંઝવણ,પરીક્ષાની તૈયારી સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નો માટે સલાહકારના મોબાઈલ નંબર પર દર્શાવેલ સમય અને તારીખ સુધી સંપર્ક કરી શકાશે.
તારીખ:૦૩/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫
સમય:સવારે:-૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી
૧.શ્રી જે ડી ભટ્ટ,મદદનીશ શિક્ષણ નિરીક્ષક, સદર કચેરી- ૯૪૨૮૫૨૮૧૩૦
૨.શ્રી કેવલભાઈ કે પટેલ મ.શિ સરકારી મા.શાળા,વાત્રકગઢ- ૭૦૧૬૪૯૪૮૦૮
૩.શ્રી મયંકભાઇ ભટ્ટ આચાર્યશ્રી એચ બી પટેલ હાઈસ્કૂલ સાકરીયા- ૯૪૨૬૫૭૩૫૩૫
૪.શ્રી ઉન્મેશભાઈ પટેલ સરસ્વતી હાઈસ્કૂલ રમાસ- ૮૮૪૯૮૨૮૫૭૪





