AHAVADANGGUJARAT

માધ્ય.અને ઉ.માધ્ય. શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને નવસારી, આહવા અને વલસાડ જિલ્લામાં એક્સ્ટ્રા બસોનું આયોજન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા૧૯: આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે. જેને અનુલક્ષીને આહવા,વલસાડ અને નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે તેમજ પરત લાવવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષાઓ તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે. જેને અનુલક્ષીને એસ.ટી.વલસાડ વિભાગ દ્વારા આહવા, વલસાડ અને નવસારી જિલ્લાની જુદી-જુદી સ્કુલોના વિધાર્થીઓને પરીક્ષાના સમયે પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે તેમજ પરત લાવવા માટે સ્કુલો દ્વારા થયેલ માંગણી મુજબ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સ્કુલો દ્વારા પોતાની સ્કુલના વિધાર્થીઓને પરિક્ષા કેન્દ્ર સુધી અને પરીક્ષા કેન્દ્રથી પરત લઇ જવા માટે રજુઆત કરવામાં આવી હતી. પરીક્ષાના દિવસો દરમ્યાન વિદ્યાર્થીઓને પરિક્ષા કેન્દ્ર સુધી આવન જાવનની કોઇ પણ સમસ્યા ન થાય તે માટે એક્ષસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવનાર છે. જેનો લાભ આહવા,વલસાડ અને નવસારી જિલ્લાના તમામ પરીક્ષાર્થીઓને મળશે. એકસ્ટ્રા સંચાલનની વધુ માહિતી માટે જિલ્લા/તાલુકાના મુખ્ય બસ મથકે ડેપો મેનેજરશ્રીનો સપંર્ક કરવા વિભાગીય નિયામક એસ.ટી. વલસાડની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!