નવસારી: પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં સર જે.જે.પ્રાયમરી શાળાની વિદ્યાર્થીની વકૃતત્વ સ્પર્ધામાં વિજેતા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા આયોજીત તથા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારાના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગાંભવા રેન્જીએ વકૃતત્વ સ્પર્ધામાં “શિક્ષક વિદ્યાર્થીના જીવવાનું ઘડતર કરનાર” વિષય પર ખુબ સુંદર રીતે વકતવ્ય રજૂ કરી, દ્વિતિય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ હતું. શાળાના આચાર્યાશ્રી કડોદવાલા અને શિક્ષિકા ગૌરીબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગાંભવા રેન્જીએ વકૃતત્વ સ્પર્ધાની તૈયારી કરી હતી. શાળા પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.



