Rajkot: કસ્તૂરબા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં રાષ્ટ્રીય શાળા ખાતે ૨૩ ફેબ્રુઆરીએ કસુંબલ લોકડાયરો યોજાશે

તા.૧૯/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની અને પ્રથમ મહિલા સત્યાગ્રહી એવા કસ્તૂરબા ગાંધીની ૮૧મી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય શાળા ખાતે તા. ૨૩ ફેબ્રુઆરીને રવિવારે સાંજે ૦૫.૩૦ કલાકે ‘કસુંબીનો રંગ’ – કસુંબલ લોકડાયરો યોજાશે. જેનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગથી કરાયું છે. આ કાર્યક્રમમાં કલાકારો શ્રી અભેસિંહ રાઠોડ, શ્રી ધીરુભાઈ સરવૈયા, શ્રી રાધાબેન વ્યાસ અને સંગીતકારશ્રી પંકજભાઈ ભટ્ટ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની ‘સ્વરાંજલિ’ આપશે. જેનું જીવંત પ્રસારણ www.eevents.tv/meghani પર કરાશે. વધુ વિગત માટે શ્રી રાજેશભાઈ ભાતેલીયા મો. ૯૪૨૭૨ ૨૦૧૭૨, શ્રી ઉગ્રસેનસિંહ ગોહિલ મો. ૯૪૨૮૫ ૭૧૭૦૭ અથવા શ્રી વાલજીભાઈ પિત્રોડા મો. ૯૮૨૪૫ ૬૪૨૪૫ પર સંપર્ક કરી શકાશે, તેમ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના ટ્રસ્ટીશ્રી પિનાકીભાઈ મેઘાણીની યાદીમાં જણાવાયું છે.



