પાલનપુર ખાતે પ્રથમ વખતે છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી ઠેર ઠેર સ્વાગત

20 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે પ્રથમ વખતે છત્રપતિ શિવાજીની શોભા યાત્રા શોભાયાત્રા નીકળી હતી જેમાં અનેક વિવિધ હીંદુ સંગઠનો જોડાયા હતા અનેક સ્થળે રથમાં બિરાજેલા છત્રપતિ શિવાજીની છબીને શહેર વાસીઓ ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી જય ભવાની નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
પાલનપુર છત્રપતિ શિવાજી મહારાજ મહોત્સવ દ્વારા જન્મ નિમિત્તે મોટી બજારથી શોભા યાત્રા નીકળી હતી જેમાં ઘોડે સવાર સાથે વેશભૂષામાં મહિલાઓએ આ શોભાયાત્રામાં જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ધર્મની ધજા સાથે નીકળેલી આ શોભાયાત્રા દિલ્હી ગેટ સંજય ચોક પાતાળેશ્વર મહાદેવ. સીમલા ગેટ .જેવા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા બાદ લક્ષ્મણ ટેકરી પહોંચી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળેલી આ શોભાયાત્રામાં રથમાં છત્રપતિ શિવાજી મહારાજની છબી શહેર વાસીઓ ફૂલહાર ચડાવી તેમને સત સત નમન કર્યા હતા



