મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવ

મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તા. ૨૦ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી બી.પી. (બ્લડ પ્રેશર), ડાયાબીટીસ(સુગર) રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન…
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
જિલ્લામાં ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ આશરે ૫,૪૮,૯૬૬ નાગરિકો માટે આરોગ્ય ટીમ ઘરે ઘરે મુલાકાત લઈને તપાસ, નિદાન કરશે
મેગા ડ્રાઈવનો મહત્તમ લાભ લેવા મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થએ અપીલ કરી.
નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનીકેબલ ડીસીઝ (NP-NCD) અંર્તગત મહીસાગર જીલ્લાના લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી બી.પી. (બ્લડ પ્રેશર), ડાયાબીટીસ(સુગર)ની નોંધણી માટેની મેગા ડ્રાઇવ યોજાઇ રહેલ છે
આ ઝુંબેશમાં નાગરિકોને આરોગ્ય તપાસ કરાવવાની અપીલ કરતા મહીસાગર જિલ્લા વિકાસ અઘિકારી યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે ૩૦ વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિએ નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા હોસ્પિટલની મુલાકાત લઈ ડાયાબિટીસ અને હાયપરટેન્શનની તપાસ અચૂક કરાવવી જોઇએ. બી.પી.(બ્લડ પ્રેશર), ડાયાબીટીસ (સુગર)ની દવા સામાન્ય રીતે રોજે રોજ લેવી પડે એવી હોય છે. જો આ બન્ને રોગમાં દવા નિયમીત લેવામાં ન આવે તો મગજ, હૃદય, કિડની, લીવર, ફેફસા, આંતરડા જેવા ખૂબ જ અગત્યના અંગોને ગંભીર નુકશાન થાય છે.જેના કારણે જીવનભરની અપંગતા આવે અને મૃત્યુ પણ થઇ શકે છે. આથી સરકારશ્રી દ્વારા બન્ને રોગોની દવા નિરંતર તમને નિશુલ્ક પુરી પાડી શકે તે માટે અચુક નોંધણી કરાવો.
૩૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોએ આરોગ્ય કાર્યકર પાસે પોતાનું બી.પી.(બ્લડ પ્રેશર), ડાયાબીટીસ(સુગર) વર્ષમાં ૨ વાર અચુક તપાસ કરાવવી જોઈએ. જે તમે નજીકના કોઇપણ આરોગ્ય કેન્દ્ર/સરકારી દવાખાને તમે નિઃશુલ્ક કરાવી શકો છો એ નાગરિકોનો અધિકાર છે.
અત્રે નોંધનીય છે કે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ આશરે ૫,૪૮,૯૬૬ ના નાગરિકો માટે આરોગ્ય ટીમ ઘરે ઘરે મુલાકાત લઈને તપાસ, નિદાન કરશે અને શોધાયેલ દર્દીઓને સારવાર હેઠળ મુકવામાં આવશે



