AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદમાં ASICON 2025 રાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ

હોલિસ્ટિક હેલ્થકેર અને એઈડ્સમુક્ત ભારત માટે ગુજરાતના પ્રયત્નોને મળ્યો નવો વેગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: રાજ્યમાં પ્રથમવાર એચઆઈવી (HIV) તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન ASICON 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ અમદાવાદમાં કરવામાં આવ્યો. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એઈડ્સ નિવારણના પ્રયાસોમાં ગુજરાતની અગ્રેસર ભૂમિકા વિશે વાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના આરોગ્ય બજેટમાં આ વર્ષે 16% નો વધારો કરવામાં આવ્યો છે, અને 23,385 કરોડની જોગવાઈ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ફાળવાઈ છે. 2047 સુધીમાં રાજ્યમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારી 84 વર્ષ કરવાનો લક્ષ્યાંક વિકસિત ગુજરાતના રોડમેપમાં સમાવવામાં આવ્યો છે.

એઈડ્સ નિયંત્રણ માટે સરકારના પ્રયાસો

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2030 સુધીમાં ‘એઈડ્સમુક્ત ભારત’ બનાવવા માટે ગુજરાત પ્રભાવી આયોજન કરી રહ્યું છે. રાજ્યમાં 11,000 થી વધુ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્રોથી લઈને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હોલિસ્ટિક હેલ્થકેરની દિશામાં રાજ્ય અગ્રેસર બન્યું છે, અને નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટીબી, એઈડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે મિશન મોડ પર કામ કરવાની પ્રેરણા વડાપ્રધાને આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા 36 જેટલી જીવનરક્ષક દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેનાથી ગંભીર બીમારીઓની સારવાર માટે નાગરિકોને રાહત મળશે.

ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં વિશ્વભરના નિષ્ણાતોની હાજરી

ASICON 2025 સંમેલનમાં દેશભરમાંથી HIV ક્લિનિકલ કેર નિષ્ણાતો અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઈટાલી, જર્મની, કેન્યા જેવા દેશોના HIV નિષ્ણાતો પણ આ કોન્ફરન્સમાં હાજર છે. ત્રણ દિવસીય સંમેલનમાં HIV સંબંધી તબીબી વ્યાખ્યાનો અને ચર્ચાસત્રો યોજાશે, જે નવા સંશોધનો અને સારવાર પદ્ધતિઓ પર પ્રકાશ પાડશે.

ઉદ્ઘાટન સમારંભમાં એઈડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. દિલીપ મથાઈ, પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. ઇશ્વર ગિલાડા અને ASICON 2025ના સહ-અધ્યક્ષ ડૉ. હર્ષ તોશનીવાલે ઉપસ્થિત રહ્યા હતા.

ASICON 2025ના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સહિત આરોગ્ય અને તબીબી ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

Back to top button
error: Content is protected !!