અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પૌઝી સ્કીમના એક CEO ના મળતીયાઓ એ રોકાણકારોને રૂપિયા પરત આપવાનું શરૂ કર્યું !! લોક ચર્ચાઓએ જોર પકડ્યું
અરવલ્લી જિલ્લામાં ચાલતી પૌઝી સ્કિનને લઈ CID માં 5 મહિના પૂર્વે BZ,RK,હરસિદ્ધ, સહિત 5 થી વધું પાંઝી સ્કીમ ચલાવતા CEO સામે CID બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી.હાલ એક પૌઝી સ્કીમના એજન્ટો દ્વારા રોકાણકારોને રોકેલા રૂપિયા પરત આપવાની અવનવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.જેમા એક પૌઝી સ્કીમ ચલાવનાર કંપનીના એજન્ટ પિતા-પુત્ર તેમજ એક કાયદાશાસ્ત્રી એજન્ટો લોભામણી લાલચ આપી રોકાણકારો પાસેથી રોકાણ કરાવ્યું હતું.મોટી રકમનું રોકાણ કરનાર રોકાણકારો ફરિયાદ ના નોંધાવે તેવા ડરથી,રોકાણકારોને રૂપિયા પરત આપવામાં આવતા હોવાની વાતો હાલ વહેતી થઈ છે.ખરેખર સત્ય શું છે.? રૂપિયા પરત કરવામાં આવે એ સારી બાબત કહી શકાય,પરંતુ ફરી એક વાર પૌઝી સ્કીમને લઇ અરવલ્લી જિલ્લો ફરી ચર્ચામાં આવ્યો છે.