Rajkot: “ટીબી મુક્ત ભારતનું આહવાન, રાખીએ સૌ આપણું ધ્યાન”, રાજકોટ ખાતે “ટીબી નિર્મુલન” અભિયાન અન્વયે એકસ-રે પરીક્ષણ કેમ્પ યોજાયો
તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશમાંથી ટી.બી.નાબુદ કરવા હરહંમેશ કટીબધ્ધ રહે છે. જે અનુસંધાને હાલ, રાજકોટ જિલ્લામાં ટી.બી. નિર્મુલન અભિયાન અંતર્ગત “100 Days Intensified campaign on TB elimination” (૧૦૦)દિવસ સઘન ટીબી નિર્મુલન ઝુંબેશની કામગીરી શરુ કરવામાં આવી છે.
જેના ભાગરૂપે રાજકોટના જિલ્લા ક્ષય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર, કસ્તુરબાધામના સંયુકત ઉપક્રમે શ્રી બી.જી.ગરૈયા આયુર્વેદ અને હોમોયોપેથીક મેડીકલ કોલેજ કાળીપાટ ગામ ખાતે વિનામુલ્યે એકસ-રે પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો કાળીપાટ, વડાવી, કસ્તુરબાધામ, અણીયારા સહિતના ગામના લોકોએ લાભ લીધો હતો. કેમ્પમાં એકસ-રે સ્ક્રીનીંગની કામગીરી શ્રી યોગેશભાઈ શીંગાળાએ સાંભળી હતી. આ કેમ્પની શરૂઆત ડો.એલ.એસ.પાનીગ્રહી, શ્રી બી.જી. ગરૈયા આયુર્વેદ કોલેજના આચાર્યશ્રીના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
આ તકે આયુષ્માન આરોગ્ય મંદિર કસ્તુરબાધામ(ત્રંબા)ના આયુષ મેડીકલ ઓફિસર ડો. સરોજ જેતપરિયા, કાળીપાટ ગામના શ્રી બી.જી.ગરૈયા આયુર્વેદ અને હોમોયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી વનરાજભાઈ ગરૈયા, બી.જી. ગરૈયા આયુર્વેદિક હોસ્પિટલના ડેપ્યુટી એન્ડ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. દિનાબેન પારેખ એચ.આર.ડો.દિનકર, ડો. હેમાંશુ જોશી કસ્તુરબાધામના મેડીકલ ઓફિસરશ્રી ડો.પંકજ, ડો.અનિતા શેખડા, આર.બી.એસ.કે., આશા બહેનો, આશા ફેસીલીટેટર, સી.એચ.ઓ., એમ.પી.એચ.ડબ્લ્યુ., એફ.એચ.ડબ્લ્યુ. સહીત આરોગ્ય વિભાગનો સ્ટાફ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.