GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી ૦૬ માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું

કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ

તા.30/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ

એક નવજાત બાળક માટે સલામતી અને હૂંફનું સરનામું એટલે માતા પિતા સાથેનો પરિવાર જેમના સાનિધ્યમાં રહીને બાળકને સંસ્કાર, શિક્ષા અને કેળવણી આપવામાં આવે છે આ સાનિધ્ય સુરેન્દ્રનગરની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે આશ્રિત બાળકને મળે તે માટે ગુજરાત સરકાર અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અનાથ બાળકોની પુન: સ્થાપન માટે સતત કાર્યરત રહે છે જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે આશ્રિત ૦૬ માસની દીકરીને સલામતી અને હૂંફનું નવું સરનામું પ્રાપ્ત થયું હતું બાળકના પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર અન્વયે થતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલના હસ્તે કલેકટર કચેરી ખાતે જુવેનાઈલ જસ્ટિસ એકટ અને એડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ મુજબ નિયમોનુસાર ચેન્નઈના દંપતી એવા શ્રીમતી જયાપ્રિયા તથા શરથકુમારને દત્તકવિધાન સાથે સોંપવામાં આવી હતી કલેકટરના હસ્તે માતા-પિતાને જયારે બાળક સોંપવામાં આવ્યું ત્યારે વાલી ખુબ જ લાગણીવશ થયાં હતા અને તેઓ માટે જાણે તેમનો પરિવાર સંપૂર્ણ થયો હોય તેવો અનુભવ થયો હતો બાળકને માતા-પિતાનો સાથ મળતા લાગણીસભર માહોલ સર્જાયો હતો સરકારના એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબ જિલ્લા કક્ષાએ દત્તક અધિગ્રહણનાં કેસો ચલાવવા માટેની સત્તા જિલ્લા મેજીસ્ટ્રેટને આપવામાં આવી છે અત્રે નોંધનીય છે કે, ભારત સરકારની વેબસાઈટ www.cara.wcd.in ઉપર સમગ્ર ભારતના દત્તક લેવા ઈચ્છતા પરિવાર બાળક દત્તક લેવા નોંધણી કરાવી શકે છે આ તકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, સુરક્ષા અધિકારી રોહિત ઘરસેડા, મેનેજર રંજનબેન ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!