GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાકક્ષાનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કાર્યક્રમ ૨૪ ફેબ્રુઆરીએ યોજાશે

તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તા. ૨૪ ફેબ્રુઆરીને સોમવારના રોજ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ત્રિ-મંદિર (દાદા ભગવાન ફાઉન્ડેશન) ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આયોજિત રાષ્ટ્રીયકક્ષા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજિત રાજ્યકક્ષાનો કાર્યક્રમ વર્ચ્યુઅલ નિહાળવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહેશે, તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા (રાજકોટ)ની યાદીમાં જણાવાયું છે.



